Advertisement

ભારે કરી / સિવિલના અનેક દર્દીઓના ઓપરેશન અટવાયા, આ કારણોસર અનેક મશીનો બંધ રાખવાના દહાડા આવ્યાં

09:15 AM Sep 19, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઈલેક્ટ્રીક ફોલ્ટના લીધે સેન્ટ્રલ સ્ટરી લાઈઝેશન  સપ્લાય ડિપાર્ટમેન્ટ (સી.એસ.એસ.ડી)મા ધણા મશીનો બંધ રાખવા પડયા હોવાથી ઓપરેશન કરવાના  મોટા ભાગના સાધનો ઈસ્ટરી લાઈઝર એટલે કે જંતુ રહીત કરવામાં આવ્યા નથી.  તેને  કારણે આજ રોજ ઘણા દર્દીઓના ઓપરેશનો અટવાયા હોવાનું જાણવા મળે છે.

શુક્રવારે બપોરે ઈલેક્ટ્રીકની ડીપીમાં ફોલ્ટ આવ્યો હતો

પ્રાપ્ત વિગત મુજબ દક્ષિણ ગુજરાતને વિશાળ નવી સિવિલ હોસ્પિટલમાં રોજના વિવિધ વિભાગોમાં ઓપરેશ થિયેટરમાં નાની મોટી થઈને ઘણી સર્જરી કરવામાં આવે છે. દર્દીને ચેપ ના લાગે તે  માટે દરેક સર્જરી પછી ઓપરેશનના વિવિધ સાધનો, ડ્રેસિંગ મટીરીયલ સહિતની વસ્તુઓને જંતુ રહિત કરવામાં આવે છે. તેવાં સમયે સિવિલ ખાતેે શુક્રવારે બપોરે ઈલેક્ટ્રીકની ડીપીમાં  ફોલ્ટ આવ્યો હતો. જો કે જનરેટ શરૃ કરીને લાઇટ, જરૃરી સાધનો સહિતસ વસ્તુઓ શરૃ કરવામાં આવી છે.

પરંતુ સી.એસ.એસ.ડી એટલે ઓટોકેલ્વ વિભાગમાં ઓપરેશનના સાધનો જંતુ રહિત કરવાના તમામ મશીન શરૃ કરાય તેમ ન હતાં. તેથી ચાર જેટલા મશીન બંધ કરવામાં આવ્યાં અને એક મશીન ચાલુ રાખવામાં આવ્યું  છે. જોકે એક મશીન ચાલુ હોવાથી ગાયનેક, સર્જરી,આઇ.સી.યુ  સહિતના ઇમરજન્શી તથા જરૃરી ધણી સર્જરી અને સારવાર આપવામાં આવી છે. જો કે આજ રોજ કેટલાક વિભાગમાં  દર્દીઓની અમુક સર્જરી થઇ ન હતી. તેથી દર્દી હાલાકી વેઠી પડી હોવાનું સુત્રો કહ્યું હતું.

માત્ર ઇમરજન્સી ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યાં

દરમિયાન  સાધનો જંતુ રહિત કરવા ધણા મશીન બંધ હોવાથી ત્યાં વિવિધ વિભાગો માંથી જંતુ રહીત કરવાનો સાધોનો જથ્થો થઇ ગયો છે. લાંબુ વેટીંગ થઇ ગયું છે. જો કે તમામ મશીન જલ્દી શરૂ નહીં થશે. તો સિવિલમાં ઘણાં ઓપરેશન અટવાશે અને દર્દી તકલીફમાં વધારો થશે. જયારે સિવિલના આર.એમ.ઓ ડો. કેતન નાયકે કહ્યું કે, દર્દીઓને  તકલીફ નહીં પડે તે માટે ઇલેકટ્રીક ડી.પી જલ્દી રીંપેરીંગ કે યોગ્ય તથા જરૂરી વ્યવસ્થા  કરવા માટે  પી.આઇ.યુ વિભાગ જાણ કરી છે. જો કે આજ – કાલ સુધી ડી.પી શરૃ થઇ જશે અને તમામ મશીન શરૂ થશે. એવું જણાવ્યું હતું.

READ ALSO :

Advertisement

The post ભારે કરી / સિવિલના અનેક દર્દીઓના ઓપરેશન અટવાયા, આ કારણોસર અનેક મશીનો બંધ રાખવાના દહાડા આવ્યાં appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next