Advertisement

પેટ્રોલ ભરવાની ઝડપથી પણ વધુ જલ્દી ચાર્જ થશે હવે તમારી ઈલેક્ટ્રિક કાર, આ કંપનીએ કર્યો દાવો

01:37 PM Jul 30, 2021 | pratik shah |
Advertisement

GSTV

ઈલેક્ટ્રિક વ્હીકલ ઈન્ડસ્ટ્રીમાં ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી કોઈ નવી વાત નથી. ઘણી ઈલેક્ટ્રિક કારો અને દ્રી ચક્રી વાહનો હવે ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સાથે આવે છે, તે બેટરી ઓન બોર્ડને ઓછા સમયમાં જલ્દી ચાર્જ કરવા માટે જાણીતા છે. જોકે ચીની EV નિર્માતા GAC Aion કંઈક એવો દાવો કરી રહી છે કે જેનાથી લાઈટનિંગ ફાસ્ટ ચાર્જિંગ કહેવામાં આવી રહ્યું છે અને ઘણા લોકોને તેના પર ભરોસો પણ નથી કરી રહ્યા. ત્યારે બીજી તરફ ઈવી નિર્માતાઓનો દાવો છે કે આ નવી ચાર્જિંગ ટેકનોલોજી એક ઈવી એટલા સમયમાં ચાર્જ કરી દે છે કે જેટલા સમયમાં ગાડીમાં પેટ્રોલ અથવા ડીઝલ ભરવામાં લાગે છે.

GAC Aionએ દાવો કર્યો છે કે તેમણે એક સ્કેલેબલ ગ્રાફીન બેટરી સિસ્ટમ વિકસિત કરી છે. ઈલેક્ટ્રિક ગાડીઓ દ્વારા વપરાશમાં આવવાળી વર્તમાન લી- આર્યન બેટરીની તુલનામાં આ બેટરીની ટેકનીક સુપરફાસ્ટ ચાર્જ કરે છે. સ્કેલેબલ ગ્રાફીન બેટરીને એક વખત ચાર્જ કરવા પર 1 હજાર કિમી જેટલી રેંજ આપવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે, તેના આધાર પર GAC Aionએ પહેલો દાવો કર્યો હતો કે તેમની Aion S EV પોતાની ટોપ રેન્જની સાથે ટેસ્લાને માત આપવામાં સક્ષમ રહેશે.

જોકે EV કંપનીના આ રીતના દાવાને ઘણા લોકોએ એક જાળ બતાવી છે. બેટરી નિષ્ણાતો અનુસાર, ઈવીમાં ઉપયોગ માટે સ્કેલેબલ ગ્રેફીન બેટરી હજુ પણ કેટલાક વર્ષો દૂર છે. સોલિડ-સ્ટેટ બેટરની વિકાસ પ્રક્રિયામાં છે.વિશ્વભરમાં ઘણા વાહનો આ ટેકનિક પર કામ કરી રહ્યા છે. સોલિડ-સ્ટેટ બેટરીઓ વિશે દાવો કરવામાં આવે છે કે તે વધુ સારી રીતે એનર્જી ડિનસિટી સાથે આવે છે, જો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ વધુ સારી છે અને ચારજિંગ ટાઇમ સારો બનાવે છે.

READ ALSO

Advertisement

The post પેટ્રોલ ભરવાની ઝડપથી પણ વધુ જલ્દી ચાર્જ થશે હવે તમારી ઈલેક્ટ્રિક કાર, આ કંપનીએ કર્યો દાવો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next