Advertisement

કૃષિ કાયદાનો વિરોધ/ રાજસ્થાનમાં ખેડૂત આંદોલનની અસર, 18 ટ્રેન રદ અને 10 આંશિક રદ

10:13 PM Oct 18, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

સંયુક્ત કિસાન મોર્ચા સોમવારે સમગ્ર દેશમાં રેલ રોકીને આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો સાથે લખીમપુર કેસના દોષીઓ પર કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. રેલ રોકો આંદોલન હેઠળ દરેક જગ્યાએ ટ્રેનને રોકવામાં આવી રહી છે. ડઝન ટ્રેન સ્ટેશન પર ઊભી છે.

આંદોલનની અસર રાજસ્થાનમાં પણ જોવા મળી રહી છે. રેલ રોકો આંદોલનના કારણે લાખો મુસાફરને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ઉત્તર પશ્ચિમ રેલવેએ સોમવારે રેલ રોકો આંદોલનના કારણે 18 ટ્રેન રદ કરી દીધી અને 10ને આંશિર રીતે રદ કરી દેવાઈ છે.

ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી કેપ્ટનના જણાવ્યા અનુસાર કિસાન આંદોલનના કારણે ઉત્તર પશ્ચિમ રેલવે પર ભિવાની-રેવાડી, સિરસા-રેવાડી, લોહારૂ-હિસાર, સૂરતગઢ-બઠિંડા, સિરસા-બઠિંડા હનુમાનગઢ-બઠિંડા, રોહતક-ભિવાની, રેવાડી-સાદુલપુર, હિસાર-બઠિંડા, હનુમાનગઢ-સાદુલપુર તથા શ્રીગંગાનગર-રેવાડી રેલખંડની વચ્ચે રેલ મુસાફરી પ્રભાવિત થઈ છે.

READ ALSO

Advertisement

The post કૃષિ કાયદાનો વિરોધ/ રાજસ્થાનમાં ખેડૂત આંદોલનની અસર, 18 ટ્રેન રદ અને 10 આંશિક રદ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next