Advertisement

ગૌહત્યાની તરફેણમાં ભાજપના મંત્રીનો બફાટ: મટનથી વધારે ગૌમાંસ ખાઓ, ભાજપની વિચારધારાનું પડીકું વાળીને ફેંકી દીધું

12:32 PM Aug 01, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

મેઘાલય સરકારમાં ભારતીય જનતા પાર્ટીના મંત્રી સનબોર શુલઈએ રાજ્યના લોકોને મરઘાં, ઘેટા અને બકરાના માંસ અથવા માછલી ખાવાના બદલે બીફ વધારે ખાવાનું કહ્યુ છે. તેમની પાર્ટી પણ આના વિરુદ્ધમાં નથી તેવું પણ તેમણે જણાવ્યુ છે.

ગત અઠવાડીયએ કેબિનેટ મંત્રીના શપથ લેનારા ભાજપના વરિષ્ઠ નેતા શુલઈએ કહ્યુ છે કે, એક લોકતાંત્રિક દેશમાં સૌ કોઈ પોતાની પસંદનું ખાવાનું ખાવા માટે સ્વતંત્ર છે.

તેમણે શુક્રવારે પત્રકારોને કહ્યુ હતું કે, હું લોકોને મરઘાં, ઘેટા કે બકરાનું માંસ અથવા માછલી ખાવાની જગ્યાએ બીફ વધારે ખાવા માટે પ્રેરિત કરૂ છું. એવી ધારણા છે કે ભાજપ ગૌવધ પર પ્રતિબંધ લગાવશે, તે હવે દૂર થઈ જશે.

પશુપાલન અને પશુ ચિકિત્સા મંત્રી શુલઈએ એ આશ્વાસન આપ્યુ છે કે, તેઓ એ પાક્કુ કરવા માટે આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા સાથે વાત કરશે કે પાડોશી રાજ્યમાં આવેલા નવા અધિનિયમથી મેઘાલયમાં પશુઓનું પરિવહન રોકાઈ નહીં.

Advertisement

મેઘાલય અને આસામ વચ્ચે સરહદ વિવાદ પર ત્રણ વખતના ધારાસભ્યએ કહ્યુ કે, હવે સમય આવી ગયો છે કે, રાજ્યની સરહદ અને પોતાના લોકોની રક્ષા માટે પોલીસ ફોર્સનો ઉપયોગ કરવામાં આવે.

READ ALSO

The post ગૌહત્યાની તરફેણમાં ભાજપના મંત્રીનો બફાટ: મટનથી વધારે ગૌમાંસ ખાઓ, ભાજપની વિચારધારાનું પડીકું વાળીને ફેંકી દીધું appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next