Advertisement

ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

11:01 PM Jul 28, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

ભાવનગરના નીલમબાગ સર્કલ પાસે આવેલી સિસ્ટર નિવેદિતા હાઇસ્કુલમાં ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં ડમી ઉમેદવાર ઝડપાયો. એનસીપીના કાર્યકરોને મળેલ બાતમીના આધારે તેમણે તંત્રને જાણ કરતાં તંત્ર દ્વારા ડમી વિદ્યાર્થી પર કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઇ હતી.

માહિતીના આધારે એનસીપીના આગેવાનો સિસ્ટર નિવેદિતા શાળાએ પહોંચ્યા હતા અને શાળા સંચાલકોને તમામ હકીકત જણાવી હતી. જોકે પ્રથમ તો શાળા સંચાલકો દ્વારા તેમને આ અંગે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો, પરંતુ એનસીપીના આગેવાનો દ્વારા તેમને દબાણ કરાતાં અને જિલ્લા શિક્ષણ અધિકારીને આ અંગે જાણ કરતાં શાળા સંચાલકો દ્વારા તપાસ હાથ ધરતાં ગૌતમ બારૈયા વિધાર્થીના નામે અન્ય પરીક્ષાર્થી પરીક્ષા આપી રહ્યો હતો.

જે અંગે શાળા સંચાલકો દ્વારા તેમજ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ ડમી ઉમેદવારને પોલીસને સોંપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની તજવીજ હાથ ધરાઇ હતી.

Read Also

The post ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next