Advertisement

iPhone 13ની લોન્ચ ઇવેન્ટમાં વાગ્યું ‘દમ મારો દમ’ગીત! સોશિયલ મીડિયા પર આ વીડિયોએ મચાવી હલચલ

01:27 PM Sep 15, 2021 | Bansari |
Advertisement

GSTV

એપલ (Apple)ની લોન્ચ ઇવેન્ટ દર વર્ષે દુનિયાભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે. ખાસ ટેક અને ગેજેટમાં રસ ધરાવતા લોકોની આ ઇવેન્ટ પર ખાસ નજર રહે છે. આ વખતે પણ 14 સપ્ટેમ્બરે Appleએ પોતાની ઇવેન્ટ દ્વારા iPhone -13 લોન્ચ કર્યો. જો કે આ વખતની ઇવેન્ટ જોઇને ભારતીય યુઝર્સ પરેશાન છે.

હકીકતમાં iPhone 13 લોન્ચનો વીડિયો ભારતીય લોકોને વિચારતા કરી રહ્યો છે. તેને જોનારાઓને એવુ લાગી રહ્યું છે કે તેમાં બોલીવુડનુ સોન્ગ ‘દમ મારો દમ’ની ધૂન યુઝ કરવામાં આવી છે. આ ધૂન લોન્ચ ઇવેન્ટ દરમિયાન Apple ના હેડક્વાર્ટરમાં વગાડવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયા પર હવે આ ઇવેન્ટનો કેટલોક હિસ્સો વાયરલ થઇ રહ્યો છે જેમાં બોલીવુડ સોન્ગની ધૂનનો ઉપયોગ કરવામાં આવી હોવાની વાત કરવામાં આવી રહી છે. આ ધૂનના વીડિયોની શરૂઆતમાં ફેમસ આર્ટિસ્ટ ફુટસી દ્વારા બનાવવામાં આવેલા ‘વર્ક ઓલ ડે’ સોન્ગના શરૂઆતના ભાગને સાંભળી શકાય છે.

જણાવી દઇએ કે Apple એ મંગળવારે iPhone 13 સીરીઝ લોન્ચ કરી છે. કંપનીએ iPhone 13 અંતર્ગત ફોનના ચાર નવા મોડેલ લોન્ચ કર્યા છે. સાથે જ આ ઇવેન્ટમાં કંપનીએ અન્ય કેટલીક પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરી છે. iPhone ની વાત કરીએ તો કંપનીએ iPhone 13, iPhone 13 mini, iPhone 13 Pro, અને iPhone 13 Pro Max લોન્ચ કર્યા છે. આ ચારેયમાં સ્ક્રીનનો આકાર એકસમાન છે. સાથે જ ડિઝાઇન પણ અગાઉના મોડેલ સાથે મેળ ખાય છે.

Advertisement

iPhone 13 અને iPhone 13 મિનિ ત્રણ સ્ટોરેજ વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે. તેમાં 128 જીબી, 256 જીબી અને 512 જીબી સુધીની સ્ટોરેજ છે. સાથે જ iPhone 13 Pro અને iPhone 13 Pro Max બંને 1TB સુધીની સ્ટોરેજ સાથે ઉપલબ્ધ થશે.

iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Mini લોન્ચ, જાણી લો આ રહી કિંમત અને તેના ફિચર્સ

એપલે કેલિફોર્નિયા સ્ટ્રીમીંગ પ્રોગ્રામ અંતર્ગત કેટલીય પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. ઈવેન્ટમાં મેન ફોકસ નવા આઈફોન એટલે કે, iPhone 13 રહ્યું હતું. આ સાથે સાથે એપલ વોચ સીરિઝ 7 અને નવા iPad Mini મીની લોન્ચ પણ કરવામાં આવ્યા છે. કીનોટ પર ધ્યાન આપો તો ઈવેન્ટ લગભટ બે કલાક ચાલી. વધુ એક ખાસ વાત એ છે કે, જેવી અટકળો લગાવામાં આવતી હતી કે એપલ આ ઈવેન્ટમાં AirPods 3 લોન્ચ કરશે, પણ કંપનીએ આવું કર્યુ નહીં.

એપલની ઈવેન્ટની કંપનીએ સત્તાવાર વેબસાઈટ અને તેની યુટ્ય્બ ચેનલ પર લાઈવ હોસ્ટ કર્યું હતું. જો આપ પણ આ ઈવેન્ટે જોવા માગો છો તો જેની પાસે iPhone અથવા iPad અથવા Mac અથવા Apple TV છે, તે Safari બ્રાઉઝર અથવા Apple વેબસાઈટ ખોલી શકે છે અથવા ઈવેન્ટ જોઈ શકે છે. જેની પાસે Apple ડિવાઈસ નથી તે યુટ્યૂબની બીજી કોઈ સિક્યોર ઓપ્શન દ્વારા જોઈ શકે છે.

આઇફોન 13 સિરીઝની કિંમત

IPhone 13 મિનીની કિંમત $ 699 થી શરૂ થાય છે અને US માં iPhone 13 ની કિંમત $ 799 થી શરૂ થાય છે. બંને ફોનના પ્રાયમરી કિંમત છે. હવે 64GB ને બદલે 128GB સ્ટોરેજ સાથે આવે છે. Apple iPhone 13 Pro અને Pro Max માટે $ 999 અને $ 1099 ની કિંમતો છે. પ્રી-ઓર્ડર 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને વેચાણ 24 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારત માટે કિંમતો હજુ જાહેર કરવામાં આવી નથી. ભારતમાં આઈફોન 13 મીનીની કિંમત 69,900 રૂપિયા રહેશે અને આઈફોન 13ની કિંમત 79,900 રૂપિયા રહેશે.

iPhone 13 સીરીઝ પરથી પડદો હટ્યો

Apple iPhone 13ની ડિઝાઈનમાં ખાસ ફેરફાર કર્યા નથી. તેને આઈફોન 12ના રૂપમાં ફ્લેટ-એઝ ડિઝાઈન, ડાયગોનલ ટ્વિર રિયર કેમેરા સેટઅપ, IP68 રેટીંગ, પાંચ નવા કલર પિંક, બ્લૂ, મિડનાઈટ, સ્ટારલાઈટ અને રેડમાં રજૂ કર્યો છે. નવા iPhone 13 સિરીઝમાં Appleનું નવુ A15 બાયોનિક ચિપસેટ હશે, આ 6 કોર CPU છે. જેમાં 2 હાઈ પરફોર્મેંસ કોર અને 4 એફિશિએંસી કોર છે. ડિસ્પ્લેમાં 1200 નિટ્સ બ્રાઈટનેસ છે અને XDR ડિસ્પ્લે યુઝર્સ માટે બ્રાઈટ, રિચ એક્સપીરિયંસનું વચન આપ્યુ છે. IPhone 13 અને iPhone 13 મીની માટે ડિસ્પ્લેની સાઈઝ 6.1 ઈંચ અને 5.4 ઈંચ છે.

એપલ વોચ સિરીઝ 7 લોન્ચ

નવી એપલ વોચ સિરીઝ 7 વોચઓએસ 8 ના અપડેટથી શરૂ થાય છે. વોચઓએસ 8 આપમેળે બાઇક સવારી શોધી કાઢશે અને જ્યારે તમે સવારી કરી રહ્યા હોવ ત્યારે અપડેટ આપશે. તે ઇબાઇક્સને પણ સપોર્ટ કરે છે. એપલ વોચ સિરીઝ 7 ને નવી ડિઝાઇન મળે છે. તેનું નવું રેટિના ડિસ્પ્લે વોચ સિરીઝ 6 કરતા 20 ટકા મોટું છે. બોર્ડર 40 ટકા પાતળી હોય છે અને એક્સેસ માટે બટનો મોટા હોય છે. Apple Watch Series 7 ની કિંમત $ 399 થી શરૂ થાય છે.

નવું iPad મીની થયું લોન્ચ

iPad મીનીમાં ટોપ બટન તરીકે ટચ આઈડીની સાથે 8.3 ઈંચની સ્ક્રીન છે. Appleની છેલ્લી જનરેશનના iPad મીનીની સરખામણીમાં CPU પરફોર્મેંસમાં 40 ટકા ઝડપી અને GPUના પરફોર્મેંસમાં પણ ભારે ઉછાળાનો વાયદો કર્યાો છે. આ A13 બાયોનિક ચિપસેટ પર પણ ચાલે છે. iPad મીનીમાં હવે USB-C પોર્ટ છે. આપને તેને પોતાના કેમેરા, લેપટોપ, કોઈ અન્ય બીજા ડિવાઈસ સાથે પણ કનેક્ટ કરી શકો છો. જે 5G સપોર્ટ કરે છે. Apple iPad મીનીનું રિયર કેમેરા હવે 12MPનો છે, જે 4K રેકોર્ડ કરવાની ક્ષમતા ધરાવે છે. તેની શરૂઆતી કિંમત 499 ડોલર છે.

આઇફોન 12 પર ડિસ્કાઉન્ટ

આઇફોન 13 ની રજૂઆત પહેલા, આઇફોન 12 ફ્લિપકાર્ટ પર ખૂબ જ સસ્તા ભાવે વેચાઇ રહ્યું છે. IPhone 12 ના 64GB, 128GB અને 256GB સ્ટોરેજ મોડલ્સ અનુક્રમે 66,999, 71,999 અને 81,999 રૂપિયાની ડિસ્કાઉન્ટ કિંમતે ઉપલબ્ધ છે. 64GB સ્ટોરેજ મોડલ માટે iPhone 12 ની બેઝ પ્રાઇઝ, 79,900 થી શરૂ થાય છે. 128GB અને 256GB સ્ટોરેજ મોડલ અનુક્રમે 84,900 અને 94,900 રૂપિયાની છૂટક કિંમત સાથે આવે છે.

Read Also

The post iPhone 13ની લોન્ચ ઇવેન્ટમાં વાગ્યું ‘દમ મારો દમ’ ગીત! સોશિયલ મીડિયા પર આ વીડિયોએ મચાવી હલચલ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next