Advertisement

ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ બીજી વખત મહાભિયોગની કાર્યવાહી શરુ, પહેલા આ રાષ્ટ્રપતિઓ વિરુદ્ધ ચાલી છે પ્રક્રિયા

08:52 AM Feb 10, 2021 | Mansi Patel |
Advertisement

GSTV

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ બીજી વખત મહાભિયોગની સુનાવણી મંગળવારે સિનેટ સમક્ષ થશે. એવી કાર્યવાહીનો સામનો કરવા વાળા તેઓ પહેલા રાષ્ટ્રપતિ હશે. રિપોર્ટ મુજબ, અમેરિકી સિનેટમાં બહુમતથી મહાભિયોગના ટ્રાયલને સંવૈધાનિક માનવામાં આવે છે. મહાભિયોગ હેઠળ એમના પર રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામને ફેરવવા માટે 6 જાન્યુઆરીએ અમેરિકી કેપિટલમાં દંગાઓ ભડકાવવાનો આરોપ લગાવ્યા હતા.

કેપિટલમાં દંગા ભડકાવવાનો આરોપ

સુનાવણીને લઇ કેપિટલની આજુબાજુ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ટ્રમ્પના વકીલની દલીલ છે કે, પૂર્વ રાષ્ટ્રપતિના સમર્થકોએ રેલીને સંબોધિત કરતા લોકોને દંગા માટે ભડકાવ્યા ના હતા. બચાવ પક્ષના વકીલોએ આરોપ લગાવ્યો છે કે સદનના મહાભિયોગ પ્રબંધક કલાક લાંબા ટ્રમ્પના ભાષણમાંથી માત્ર એ હિંસાઓને લઇ રહ્યા હતા જે ડેમોક્રેટિક પાર્ટીના મામલે મદદગાર છે. વકીલોએ એ વાતને કેન્દ્રિત કરી કે ટ્રમ્પ વારંવાર સમર્થકોને અપીલ કરી રહ્યા હતા કે તેઓ શાંતિપૂર્ણ અને દેશભક્ત રીતે પોતાનો અવાજ ઉઠાવે.

તેમણે દલીલ આપી કે ટ્રમ્પની ટિપ્પણી ‘જો તમે નહિ લડશો તો તમે આ દેશ ખોવા જઈ રહ્યા છો. ચૂંટણી સુરક્ષાના સામાન્ય સંદર્ભમાં કરવામાં આવી હતી, ના કે હિંસાના આહવાન માટે. સુનાવણીને લઇ કેપિટલ આજેબાજુ વ્યવસ્થા કડક કરવામાં આવી છે.

સંવિધાન સામાન્ય વ્યક્તિ પર મહાભિયોગ ચલાવવાની શક્તિ નથી આપતું

વકીલોએ એ પણ કહ્યું કે, કાનૂન પ્રવર્તકોએ પહેલા જ આ અંગે અંદેશા વ્યક્ત કર્યા હતા, જેથી ટ્રમ્પ પોતે નહિ ઉકસાવી શકે. ટ્રમ્પના વકીલોની એ પણ દલીલ છે કે આ સંવિધાન પહેલા સંશોધન હેઠળ સંરક્ષણ મળેલું હતું. સાથે જ તેમણે એ પણ કહ્યું હતું કે ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવો અસંવૈધાનિક છે, કારણ કે હવે તેઓ પદ પર નથી. સંવિધાન સાધારણ વ્યક્તિ વિરુદ્ધ મહાભિયોગ ચલાવવાની શક્તિ નથી આપતું.

Advertisement

ડેમોક્રેટિક પાર્ટીના સભ્યોનું કહેવું છે કે, પદ પરથી હટાવવા વાળા લોકોના આચરણ વિરુદ્ધ મહાભિયોગ ચલાવવાની ઐતિહાસિક મિસાલો છે, જેમણે પદ પર રહેલા ઘણા કૃત્યો કર્યા છે. જો કે આ રાષ્ટ્રપતિને લઇને નથી. જણાવી દઈએ કે દલીલો મુકવાની પ્રક્રિયા શુક્રવારે શરુ થશે અને બંને પક્ષોને 16-16 કલાક આપવામાં આવશે. આ પહેલા રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા માત્ર ત્રણ વખત થઈ છે જેમાં એન્ડ્ર્યુ જોન્સન, બિલ કવીન્ટલ અને ગયા વર્ષે ટ્રમ્પને બરી કરવામાં આવ્યો.

Read Also

The post ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ બીજી વખત મહાભિયોગની કાર્યવાહી શરુ, પહેલા આ રાષ્ટ્રપતિઓ વિરુદ્ધ ચાલી છે પ્રક્રિયા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next