Advertisement

અતિ આવશ્યક / 30 સપ્ટેમ્બર સુધી પતાવી લો આ કામ, નહીંતર આગળ કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો

07:31 PM Sep 21, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

માર્કેટ રેગ્યુલેટર સેબીએ નવુ ટ્રેડિંગ અને ડીમેટ અકાઉન્ટ ખોલાવવાના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. તેના મુજબ જો તમારું ડીમેટ અકાઉન્ટ છે, તો તમારે 30 સપ્ટેમ્બર સુધી તેની કેવાયસી કરાવવાની રહેશે. જો કેવાયસી નહીં થાય તો ડીમેટ અકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે. ત્યારબાદ સ્ટોક માર્કેટમાં ટ્રેડ નહીં કરી શકો. જો કોઈ વ્યક્તિ કોઈ કંપનીના શેર ખરીદી પણ લે છે, તો શેર અકાઉન્ટ સુધી ટ્રાન્સફર નહીં થઈ શકે.

2 ઓક્ટોબરથી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ લાગૂ થવા જઇ રહી છે. ઓટો ડેબિટનો અર્થ છે કે તમે મોબાઇલ એપ અથવા ઇન્ટરનેટ બેન્કિંગમાં વીજળી, એલઆઈસી અથવા અન્ય કોઇ ખર્ચને ઓટો ડેબિટ મોડમાં નાંખો છો તો એક નિશ્ચિત તારીખે રૂપિયા ઓટોમેટિક કટ થઈ જશે. આ સુવિધાનો લાભ લેવા માટે તમારે એક્ટિવેટ મોબાઇલ નંબર બેંકમાં અપડેટ કરવાનું રહેશે.

પંજાબ નેશનલ બેંકે તેના ગ્રાહકોને જણાવ્યું છે કે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાની હાલની ચેકબુક 1 ઓક્ટોબરથી બંધ થઈ જશે. તેથી જો તમારી પાસે આ બેન્કોની જૂની ચેકબુક છે, તો 30 સપ્ટેમ્બર સુધીમાં નવી ચેકબુક માટે અરજી કરો. જેથી આગળના વ્યવહારોમાં તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

SBIએ વરિષ્ઠ નાગરિકો માટે SBI વીકેર નામની નવી ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. વરિષ્ઠ નાગરિકોને આ સ્કીમમાં વધુ વ્યાજ મળી રહ્યું છે. આ સ્કીમમાં પાંચ વર્ષ કે તેથી વધુની એફડીને સામાન્ય એફડીથી 0.8 ટકા વ્યાજ મળશે. આમાં વધારાના 0.3 ટકાનો પણ સમાવેશ થાય છે. એટલે કે જો તમે આ યોજના હેઠળ હવે 5 વર્ષ માટે રોકાણ કરો છો, તો તમને 6.2 ટકા વ્યાજ મળશે.

Read Also

Advertisement

The post અતિ આવશ્યક / 30 સપ્ટેમ્બર સુધી પતાવી લો આ કામ, નહીંતર આગળ કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next