Advertisement

અગત્યનું/ 1 નવેમ્બર પહેલા કરી લો આ જરૂરી કામ, નહીંતર ફોનમાં યુઝ નહીં કરી શકો Whatsapp

10:49 AM Oct 22, 2021 | Bansari |
Advertisement

GSTV

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ Whatsapp મોટાભાગના લોકોના સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ હોય જ છે. આ એપ પર, મિત્રોના ગ્રુપથી લઇને ઓફિસ સુધીના ગ્રુપ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે 1 નવેમ્બરથી WhatsApp ઘણા સ્માર્ટફોનમાં કામ કરવાનું બંધ કરી દેશે. જો તમારો સ્માર્ટફોન આ લિસ્ટમાં સામેલ છે, તો એક મહત્વનું કામ કરો, નહીંતર 1 નવેમ્બરથી તમારા ફોનમાં Whatsapp કામ કરવાનું બંધ કરી દેશે.

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp એ જાહેરાત કરી છે કે તે જૂના એન્ડ્રોઇડ અને iOS પર પોતાનું સપોર્ટ બંધ કરવા જઈ રહી છે. હવે Whatsapp એન્ડ્રોઇડ 4.1 અને તેનાથી ઉપરનાં વર્ઝન અથવા આઇઓએસ 10 અને તેનાથી ઉપરનાં વર્ઝન પર કામ કરશે. સરળ શબ્દોમાં કહીએ તો, જો તમારો સ્માર્ટફોન 2013 કે તેથી જૂનો છે, તો બની શકે છે કે 1 નવેમ્બર પછી WhatsApp તમારા ફોનમાં કામ કરવાનું બંધ કરી દે.

બચવાનો રસ્તો શું છે

જો તમારો સ્માર્ટફોન પણ જૂનો છે, તો તેની ઓપરેટિંગ સિસ્ટમ તપાસવી જરૂરી છે. સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ ચેક કરવા માટે, એન્ડ્રોઇડ ફોનની સેટિંગ્સ પર જાઓ, જ્યાં ફોન વિશે જઇને ઓએસ ચેક ઇન કરી શકાય છે. આ વિકલ્પો અલગ અલગ ફોનમાં અલગ અલગ જગ્યાએ હોઈ શકે છે. જો તમારા ફોન માટે અપડેટ આવ્યું છે, તો તેની સાથે ફોન અપડેટ કરો. જો તમારો ફોન 4.1 એન્ડ્રોઇડ અથવા તેનાથી ઉપરનો ઓએસ અપડેટ કરેલો છે, તો 1 નવેમ્બર પછી પણ તમે ફોનમાં વોટ્સએપનો ઉપયોગ કરી શકશો.

આ iPhones માં જૂના OS

જો તમે iPhone યુઝર છો, તો 1 નવેમ્બર પછી તમે આ સ્માર્ટફોન્સમાં વોટ્સએપનો ઉપયોગ કરી શકશો નહીં. આમાં iPhone 6, ફોન 6S પ્લસ અને iPhone SE જેવા નામ સામેલ છે.

Read Also

Advertisement

The post અગત્યનું/ 1 નવેમ્બર પહેલા કરી લો આ જરૂરી કામ, નહીંતર ફોનમાં યુઝ નહીં કરી શકો Whatsapp appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next