Advertisement

લગ્નજીવનમાં ડખ્ખા: કરણ મહેરાએ હવે પત્ની પર લગાવ્યો આરોપ, છૂટાછેડાના વિવાદ વચ્ચે નિશાએ જ પોતાના શરીર પર ઈજા પહોંચાડી

09:35 AM Jun 02, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

ટીવી શો ‘યે રિશ્તાં ક્યાં કહલાતા હૈ’માં નૈતિકની ભૂમિકા ભજવતા કલાકાર કરણ મહેરાની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી અને ત્યારબાદ જામીન પર તેનો છૂટકારો થયો હતો. તેની પત્ની નિશા રાવલે તેની સામે ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો હતો. બેલ પર છૂટયા બાદ કરણે તેના પરના તમામ આરોપો નકાર્યા હતા અને આરોપો ખોટા હોવાનું કહ્યું હતું.

મીડિયા સાથેની વાતચીતમાં કરણે તેમના વચ્ચે થયેલ લડાઈ પોલીસ સ્ટેશનમાં કઈ રીતે પહોંચી તે બાબતે સ્પષ્ટતા આપી હતી. કરણે એ વાત સ્વિકારી હતી કે બન્ને વચ્ચે બધું બરાબર નથી. તેણે ઉમેર્યું હતું કે છેલ્લા થોડા સમયથી બન્ને અલગ થવાનું વિચારી રહ્યા હતા પણ વિવાદ વકરતા વાત પોલીસ સુધી પહોંચી ગઈ હતી.

કરણે વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે અમારામાં ચાલતા વિવાદ વચ્ચે નિશાના ભાઈ રોહિત પણ આવ્યો હતો અને નિશા અને તેના ભાઈએ માગેલ એલિમનીની રકમ ખૂબ જ વધુ હોવાથી તે આપી શકે તેમ નહોતો. 

જોકે ત્યારબાદ બન્ને વચ્ચે વિવાદ વધુ વકર્યો હતો અને કરણના કહેવા મુજબ નિશા તેના પર જોર- જોરથી ચિલ્લાવા લાગી હતી અને થૂંકી હતી. ત્યારબાદ ધમકી આપતા તેણે કહ્યું હતું કે જો હવે હું શું કરૂં છું. ત્યારબાદ તે બહાર ગઈ અને દિવાલ સાથે માથુ અફાળ્યું હતું અને લોકોને કહ્યું હતું કે કરણે મારી સાથે આવું કર્યું છે. 

Advertisement

ત્યારબાદ નિશાના ભાઈએ ગુસ્સામાં આવી આ બાબતે પૂછતા તેણે આવું ન કર્યું હોવાનું સ્પષ્ટ કર્યું હતું અને તે માટે ઘરના સીસીટીવી કેમેરા ચેક કરવા કહ્યું હતું. જોકે આ લોકોએ પહેલેથી જ કેમેરા બંધ કરી નાંખ્યા હતા. તેથી તેણે પોતે જ પોતાને ઈજા કરી હોવાનો કોઈ પુરાવો મારી પાસે નથી.

READ ALSO

The post લગ્નજીવનમાં ડખ્ખા: કરણ મહેરાએ હવે પત્ની પર લગાવ્યો આરોપ, છૂટાછેડાના વિવાદ વચ્ચે નિશાએ જ પોતાના શરીર પર ઈજા પહોંચાડી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next