Advertisement

એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતા આ દિગ્ગજ ફિલ્મ દિગ્દર્શકે કરાવી પડી એન્જિયોપ્લાસ્ટિ, જાણો હાલમાં શું સ્થિતિ

04:42 PM May 28, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

દિગ્દર્શક અનુરાગ કશ્યપની છાતીમાં હળવો દુ:ખાવો ઉપડ્યો હતો. ત્યાર પછી તેણે મુંબઇમાં પોતાની એન્જિયોપ્લાસ્ટિ કરાવી છે. જો કે હવે તેઓની તબિયત સુધારા પર હોવાનું કહેવાઇ રહ્યું છે.

મુંબઇની એક જાણીતી હોસ્પિટલમાં સર્જરી કરાવી હતી

૪૮ વર્ષીય અનુરાગ કશ્યપના પ્રવકતાએ દિગ્દર્શકની એન્જિયોપ્લાસ્ટિના સમાચાર આપ્યા હતાં. તેઓએ કહ્યું હતું કે, અનુરાગને છાતીમાં દુ:ખાવો થતા તેમણે પોતાનું ચેકઅપ કરાવ્યું હતું. ત્યારે તેમને જાણ થઇ હતી કે, તેમના હાર્ટમાં બ્લોકેજ છે. ડૉકટરોએ તેમને એન્જિયોપ્લાસ્ટી કરાવાની સલાહ આપી હતી. આ પછી તેમણે મુંબઇની એક જાણીતી હોસ્પિટલમાં સર્જરી કરાવી હતી.

પ્રવકતાએ વધુમાં કહ્યું હતું કે, ડૉકટરોએ તેમને એક અઠવાડિયાનું આરામ કરવાની સલાહ આપી છે. તેથી આ પછી જ તેઓ ફરી કામ પર લાગશે.

એકતા કપૂર અને અનુરાગ દોબારા ફિલ્મ માટે ફરી સાથે કામ કરશે

અનુરાગની ફિલ્મોની વાત કરીએ તો તે એકતા કપૂર અને અનુરાગ દોબારા ફિલ્મ માટે ફરી સાથે કામ કરવાના છે. આ ફિલ્મમાં તાપસી પન્નુ મુખ્ય રોલમાં છે. આ એક નવા યુગની થ્રિલર ફિલ્મ બનશે. જેનું શૂટિંગ માર્ચ મહિનામાં થઇ ગયું છે અને હવે પોસ્ટ પ્રોડકશનનું કામ ચાલી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Advertisement

The post એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતા આ દિગ્ગજ ફિલ્મ દિગ્દર્શકે કરાવી પડી એન્જિયોપ્લાસ્ટિ, જાણો હાલમાં શું સ્થિતિ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next