Advertisement

Flights / હવે શરૃ થઈ દિલ્હી-ભાવનગર વચ્ચે ડાઈરેક્ટ ફ્લાઈટ, ગુજરાતમાં વધી આટલી નવી એર કનેક્ટિવિટી

05:56 PM Aug 20, 2021 | Vishvesh Dave |
Advertisement

GSTV

દિલ્હી અને ભાવનગર વચ્ચે આજે નોન-સ્ટોપ ફ્લાઈટ/flights સેવા શરૃ થઈ હતી. સ્પાઈસજેટની દિલ્હીથી રવાના થયેલી ફ્લાઈટ સાંજે પોણા પાંચ આસપાસ ભાવનગર એરપોર્ટ પર પહોંચી હતી. અહીં તેનું વોટર કેનનથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૃપાણીએ વર્ચ્યુઅલ હાજરી આપી હતી. દિલ્હીથી આ ફ્લાઈટને કેન્દ્રિય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને વી.કે.સિંહે વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી આપી હતી. આ ઉપરાંત ભાવનગર-મુંબઈની ફ્લાઈટ પણ શરૃ કરાઈ છે. સ્પાઇસજેટએ આજે આ સાથે 14 નવી ફ્લાઇટની જાહેરાત કરી હતી, જેમાંથી 12 નોન-સ્ટોપ ફ્લાઇટો છે.

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ આજે ભાવનગર ખાતે નવી શરૂ થયેલી ફ્લાઇટના શુભારંગ પ્રસંગે કહ્યું કે, આજે ભાવનગર માટે નવો અધ્યાય લખાવાં જઈ રહ્યો છે. ગુજરાતની વિકાસની નવી ઉંચાઇઓને  આંબી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક સાથે ૩ વિમાની કનેક્ટિવિટી રાજ્યને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં મળી છે.

જ્યારે સ્પાઇસજેટ ભાવનગર-દિલ્હી, ભાવનગર-સુરત, ગ્લાવિયર-જયપુર, કિસનગઢ (અજમેર)-મુંબઈ, પૂણે-તિરુપતિ અને વારાણસી-દહેરાદૂનનો સમાવેશ થાય છે. ભાવનગરને મુંબઈ સાથે જોડતી નોન-સ્ટોપ ફ્લાઇટ પણ શરૂ કરી હતી.

ભાવનગર એરપોર્ટ ખાતેથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂઆત ગાંધીનગરથી વર્ચ્યુઅલ રીતે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા (દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે ) સાથે ફ્લેગ ઓફ કરાવતાં તેમણે કહ્યું કે, આ અગાઉ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી ભાવનગરના ઘોઘાથી દહેજ સુધી રો-રો ફેરી અને ઘોઘા થી સુરતની રો-પેક્ષ ફેરીની શરૂઆત દરિયાઈ માર્ગે કરાવી હતી અને હવે આજે ભાવનગરથી સીધા દિલ્હી અને મુંબઈ હવાઈ સેવાની શરૂઆત થઈ રહી છે.

Advertisement

નોંધનીય છે કે,દિલ્હી અને મુંબઈ વિમાની સેવાનો શુભારંભ થયા બાદ આવતીકાલથી સુરત માટેની પણ વિમાની સેવાની શરૂઆત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર થી દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ મંગળવાર અને શનિવાર સિવાયના બધા દિવસો દરમિયાન ચાલશે. આ ઉપરાંત ભાવનગરથી સુરતની ફ્લાઈટ ગુરુવાર, શનિવાર અને રવિવારના દિવસોએ ચાલશે.

ભાવનગર શહેર જમીન માર્ગ, જળમાર્ગથી જોડાયેલું તો હતું જ, હવે આજથી હવાઈ માર્ગે પણ જોડાઈ ગયું છે. આમ, ત્રણેય પ્રકારની યાતાયાતથી હવે ભાવનગર જોડાઇ ગયું છે. તેમણે કહ્યું કે, ગુજરાતી ન માત્ર એર કનેક્ટિવિટી વિકસિત કરી છે પરંતુ રોડ-રસ્તા રેલવે એમ તમામ પ્રકારની કનેક્ટિવિટી વિકસિત કરી છે. રાજ્યમાં ૧૬ એરપોર્ટ કાર્યરત છે. આ ઉપરાંત પાણીમાં પણ સી- પ્લેન  માટે બે એરોડ્રામ વિકસિત કર્યા છે. તેના દ્વારા ગુજરાતના પવિત્ર યાત્રાધામો અને કેવડિયા જેવાં પ્રવાસધામોને પણ જોડીને વિકાસના દ્વાર ખોલ્યાં છે.

ભાવનગરથી પ્રથમ ફ્લાઇટ બપોરે 3.45 વાગે રવાના થઈ હતી. ભાવનગરથી દિલ્હી અને મુંબઈ સુધીની ફ્લાઇટ મંગળવારે સિવાય તમામ દિવસોમાં ઓપરેટ થશે, ત્યારે એરલાઇન અઠવાડિયામાં ત્રણ વાર સુરત સાથે ભાવનગર અને તિરુપતિ સાથે પૂણેને જોડશે. જયપુર અને ગ્વાલિયર તથા કિશનગઢ (અજમેર) અને મુંબઈ વચ્ચેની ફ્લાઇટ અઠવાડિયામાં ચાર દિવસ ઓપરેટ થશે તથા વારાણસી અને દેહરાદૂન વચ્ચેની ફ્લાઇટ દરરોજ ઉડાન ભરશે.

નવી ફ્લાઇટ સેવાઓ શરૂ થવાથી ભાવનગરમાંથી પેસેન્જર્સ હવે અન્ય શહેરો સુધી સ્પાઇસજેટનાં ડોમેસ્ટિક અને દિલ્હી અને મુંબઈથી આંતરરાષ્ટ્રીય નેટવર્ક એમ બંને પ્રકારની સેવાનો લાભ મેળવશે. એરલાઇન આ રુટો પર ક્યુ400 વિમાન તૈનાત કરશે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, ‘વોકલ ફોર લોકલ’ અને ‘ગ્લોબલ ટૂ લોકલ’ ની બંને વિચારધારાનો સમય ભાવનગરમાં જોવાં મળે છે. ભાવનગર એ અતિ પ્રાચીન શહેર છે અને ભાવનગરની કલાકારીગરી એટલી પ્રખ્યાત છે કે દુબઈમાં યોજાતાં જ્વેલરીના પ્રદર્શનમાં ભાવનગરના સોનીઓની મોટી માંગ રહે છે.  તેમણે કહ્યું કે, ભાવનગર સાંસ્કૃતિક, પર્યટન ઉદ્યોગમાં અલગ ક્ષમતા અને કાબેલીયત ધરાવે છે અને તેને વિશ્વ ફલક પર ઉજાગર કરવાનું મહત્વપૂર્ણ અંગ કનેક્ટિવિટી છે. પોતાના વેપાર- ધંધાને વિકસાવવા માટે પોઇન્ટ ટૂ પોઇંટ કનેક્ટિવિટી મળે તે ખૂબ જ અગત્યની બાબત છે. તેમણે કહ્યું કે, પહેલાં લાગતું હતું કે હવાઇ સેવા એ ફક્ત અમીરો માટે છે પરંતુ હવે એ યાત્રા સામાન્ય લોકો પણ કરી શકે તેવા અર્થતંત્રને વિકસિત કરીને તેનું પ્રજાતંત્રીકરણ કરી દીધું છે. પહેલાં દેશમાં ૭૦ એરપોર્ટ હતાં. આજે દેશમાં ૧૩૬ એરપોર્ટ દ્વારા એર કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવે છે.

ભાવનગર ગુજરાતનું વિકસતું અને મોટું શહેર છે. ભાવનગર વ્યાપાર ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર હોવાં સાથે ઘણાં બધાં મધ્યમ અને નાના ઉદ્યોગો ધરાવતું કેન્દ્ર છે. વિશ્વભરમાં ખ્યાતિ ધરાવતો જહાજ ભાગવાનો વાડો ભાવનગરના અલંગમાં આવેલો છે. ભારત સરકારની નવી વ્હિકલ સ્ક્રેપ પોલિસી અંતર્ગત પણ અલંગમાં જુના વાહનો ભંગાવવા માટે આવવાના છે. તો જૈનોનું પવિત્ર તિર્થસ્થાન પાલીતાણા સહિત અનેક પવિત્ર મંદિરો ભાવનગરમાં આવેલા છે. કાળિયાર માટેનો જ પ્રખ્યાત અભયારણ્ય એવું વેળાવદર પણ ભાવનગરમાં આવેલું છે ત્યારે આ કનેક્ટીવીટી વધતાં વધુને વધુ લોકો સરળતાથી ભાવનગર અને ભાવનગરના લોકો વિશ્વ સાથે જોડાઇ શકશે.

ALSO READ

The post Flights / હવે શરૃ થઈ દિલ્હી-ભાવનગર વચ્ચે ડાઈરેક્ટ ફ્લાઈટ, ગુજરાતમાં વધી આટલી નવી એર કનેક્ટિવિટી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next