Advertisement

દ્વારકા, ડાકોર અને શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની ઊજવણી જોઈ લો એકસાથે

05:12 PM Sep 04, 2018 | Yugal Shrivastava |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ડાકોર

ડાકોરમાં પણ મધરાતે કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરાઇ. ભગવાન શ્રીકૃષ્ણના જન્મને ભક્તોએ ભાવથી વધાવ્યો હતો. બાદમાં લાલજીને પંચામૃત સ્નાન કરાવાયું હતું. અહી મંદિરમાં બિરાજમાન રણછોડરાયજીને ભવ્યાતિભવ્ય આભૂષણો, દર-દાગીના પહેરાવી અદ્‌ભુત સાજ શણગાર કરાયા હતા. મંદિર અને મંદિર પરિસરમાં ઉમટેલા લાખો શ્રધ્ધાળુઓ નંદ ઘેર આનંદ ભયો. જન કનૈયાલાલ કી. ડાકોરમાં કોણ છે.. રાજા રણછોડ છે. જેવા  જયકાર સાથે ભકિતનારા લગાવ્યા હતા. બાળ ગોપાલને પારણામાં ઝુલાવીને પારણા ઉત્સવ કરવામાં આવી રહ્યો છે. યાત્રાધામ ડાકોરમાં હજારોની સંખ્યામાં ઉમટી પડ્યાં હતા. તો દૂર દૂરથી આવેલા અનેક શ્રદ્ધાળુઓએ ડાકોરમાં રાત્રે બાર વાગ્યે ભગવાનના જન્મોત્સવના દર્શનનો લાભ લીધો હતો.

 

દ્વારકા 

Advertisement

શ્રીકૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ નિમિતે ભગવાનની કર્મભૂમિ દ્વારકા નગરી શ્રીકૃષ્ણમય બની ગઈ હતી. રાત્રીના ૧૨ના ટકોરે ભગવાન દ્વારકાધીશના ત્રૈલોકય સુંદર જગતમંદિરમાં દ્વારકાવાસીઓ અને બહારથી મોટી સંખ્યામાં આવેલા યાત્રાળુઓએ શ્રીકૃષ્ણ ભગવાનના જન્મોત્સવને ધામધૂમથી ઉજવ્યો હતો.

 

શામળાજી 

તો યાત્રાધામ શામળાજીમાં કૃષ્ણજન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી થઈ. રાત્રે બાર વાગ્યે ભગવાનના જન્મને હજારો ભક્તોએ વધાવ્યો. વ્હાલના વધામણા કરીને ભક્તોનો હરખ સમાતો નહતો. ભક્તોએ કાળિયા ઠાકોરની જય જય કાર સાથે જન્મોત્સવ ઉજવ્યો. દૂર દૂરથી આવેલા ભક્તોએ પણ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી. જન્મોત્સવ બાદ ભગવાનને વિશેષ અભિષેક કરીને પારણે ઝુલાવવામાં આવ્યા. અને આરતી કરવામાં આવી. ત્યારે કૃષ્ણમય બનેલા ભક્તોએ નંદ ઘેર આનંદ ભયો.. જય કનૈયા લાલ કી. નાદ સાથે ભગવાનને લાડ લડાવવા ઘેલા બન્યા હતા. મહિલા મંડળ દ્વારા ભજન કિર્તન ગાઇને કાન્હાના વધામણા કર્યા હતા.

 

The post દ્વારકા, ડાકોર અને શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની ઊજવણી જોઈ લો એકસાથે appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next