Advertisement

તંત્રની ઘોર ઉપેક્ષા / અધિકારીઓની નીરસતાને કારણે ધોરાજી બન્યું ‘ધૂળિયું ધોરાજી’

09:38 PM Oct 17, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

ધોરાજી બાબતે એવું કહેવાય કે શું ઘરની ધોરાજી છે. કદાચ આવું જ કંઇક ચાલી રહ્યું છે ધોરાજીમાં. તંત્રએ જાણે ધોરાજીથી ઉપેક્ષા કરી હોય તેવી રીતે ધોરાજીના રોડ-રસ્તાના કામોથી મોં જ ફેરવી લીધું છે. હાલમાં ધોરાજીમાં એવું છેકે ધોરાજીની ઓળખ ધૂળીયા ધોરાજી તરીકે થવા લાગી છે.

જો કોઇ વ્યકિતને શ્વાસની બીમારી હોય તો તેનો તો દમ ઘૂંટાય જ જાય.  પણ જો કોઇને શ્વાસની બીમારી ન હોય તો પણ શ્વાન રૂંધાવાની સમસ્યા સર્જાય જાય તેવી સ્થિતી છે હાલ ધોરાજીની.  ધોરાજીના ગમે તે રસ્તેથી પસાર થાવ.  ધૂળીયા રસ્તા જ જોવા મળે છે.  ધૂળિયા અને ઉબડખાબડ રસ્તાથી રાહદારીઓ તો પરેશાન છે જ પણ વાહન ચાલકો અને રસ્તા નજીક જે લોકોના ઘરો આવેલા છે ત્યાં પણ ઉડતી ધૂળથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.  

ધોરાજીની હાલત એવી છેકે નવું વાહન લઇને નીકળો તો ધૂળ ધમાહા થઇ જાય તો રસ્તા પર ઉડતી ધૂળથી દુકાનદારો પણ પરેશાન છે આવામાં તંત્રના ચોપડે જાણે ધોરાજી છે જ નહીં તેવું હવે લાગી રહ્યું છે કેમકે અહીં જે રીતના રસ્તાઓ છે તે જોતા એવું લાગે કે ધોરાજી બાબતે તો તંત્ર જાણે પોતાના ઘરની ધોરાજી જ ચલાવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post તંત્રની ઘોર ઉપેક્ષા / અધિકારીઓની નીરસતાને કારણે ધોરાજી બન્યું ‘ધૂળિયું ધોરાજી’ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next