Advertisement

ખેતી બેંકની ચૂંટણી: 21માંથી 14 બેઠકો ભાજપના ફાળે ગઈ, કોંગ્રેસના ખાતામાં ફક્ત આટલી બેઠકો આવી

07:55 AM Aug 08, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

ખેતી બૅન્કની આજે થયેલી ચૂંટણીમાં ગત મુદતના ચૅરમૅન ધીરેન ચૌધરીને 3 મતથી કારમો પરાજય થયો હતો. આ સાથે જ 21 બેઠક માટે યોજવામાં આવેલી ચૂંટણીમાં ભાજપને ફાળે 14 અને કોન્ગ્રેસને ફાળે 4 બેઠક આવી છે. સરકારની ત્રણ બેઠક છે, જે ચૂંટાયેલા બોર્ડની તરફેણમાં જ રહેશે. કારણ કે રાજ્યમાં ભાજપની જ સરકાર છે. 

ખેતી બૅન્કની ચૂંટણી માટે આજે મતદાન થયું તે પૂર્વે 11 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ભાજપના ચૂંટાયેલા ડિરેક્ટર્સમાં ડૉલર કોટેચા, જશા બારડ, જેઠા ભરવાડ, બ્રિજરાજસિંહ જાડેજા, મંગળસિંહ પરમાર, કાનભા ગોહિલ, જીવા આહિર, ગણપતસિંહ સોલંકી, હરેદેવસિંહ જાડેજા, ફલજી પટેલ, સુરેશ પટેલ, અનિરૂદ્ધ દવે, રાજીમી ચૌધરી, જિગ્નેશ ઠાકોરનો સમાવેશ થાય છે.

ગુજરાતના સહકાર સેલના નવા નિયુક્ત થયેલા પ્રમુખ બિપીન પટેલના નેતૃત્વમાં લડાયેલી આ ચૂંટણીમાં ભાજપના 14 ઉમેદવારો વિજયી થયા છે. જ્યારે કોન્ગ્રસના ચાર વિજયી ઉમેદવારોમાં વીરજી ઠુમ્પર, કિશોરસિંહ ગોહિલ, ગોવા દેસાઈ અને નટવરસિંહ મહીડાનો સમાવેશ થાય છે.

 ખેડાની બેઠક પર નટવરસિંહ મહિડાએ તેમના હરીફ અજિતસિંહ ઝાલાને 5 મતથી પરાજય આપ્યો હતો. કોન્ગ્રેસને અમરેલી, બનાસકાંઢા, ખેડા અને ભાવનગરની બેઠક મળી છે. બાકીની તમામ બેઠક ભાજપને મળી છે. ગોવાભાઈ દેસાઈએ તેમના હરીફ કલ્યાણ રબારીને 10 મતથી પરાજય આપ્યો હતો. ગોવા દેસાઈને 17 અને કલ્યાણ રબારીને માત્ર 7 વોટ મળ્યા હતા. 

Advertisement

READ ALSO

The post ખેતી બેંકની ચૂંટણી: 21માંથી 14 બેઠકો ભાજપના ફાળે ગઈ, કોંગ્રેસના ખાતામાં ફક્ત આટલી બેઠકો આવી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next