Advertisement

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

01:35 PM Jul 24, 2021 | Bansari |
Advertisement

GSTV

ગુરૂ પૂનમને લઇ ડાકોરમાં મહેરામણ ઉમટયું હતુ.રાજાધિરાજ જગતગુરૂ રણછોડજીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.આજે સવારે ૫ કલાકે શ્રીજીના દર્શન ખુલ્યા હતા.ત્યારબાદ ભગવાન રણછોડરાયજીને અલંકારિક રીતે શણગારવામાં આવ્યા હતા.કોરોના વ્યાપ ઓછો થવાથી ભાવિક ભકતોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતુ.સૌ ભાવીક ભકતો ભગવાનના દર્શન કરી ભાવ વિભોર થયા હતા.બીજી તરફ જય રણછોડ માખણચોરના નાદજી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતુ.

શામળાજીમાં ઉમટ્યા ભક્તો

સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજીમાં ગુરુ પૂર્ણિમા પર્વને લઈ  વહેલી સવારથી કાળિયા ઠાકોરના દર્શન માટે ભકતો ઉમટેલા જોવા મળ્યા.મંદીર દ્વારા ભીડને ધ્યાને લઇને દર્શન અને કોરોના ગાઇડલાઇનના પાલન માટે વિશેષ વ્યવસ્થા કરાઇ હતી. 

પીપલાનાના સ્વામિનારાયણ મંદિરમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી

સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખ્યાત તીર્થધામ પીપલાનાના સ્વામિનારાયણ મંદિરમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.મંદિરના મહંત પૂજ્ય શ્રીમોહન પ્રસાદ સ્વામી સહિતના સંતોએ સ્વામિનારાયણ ભગવાનનું પૂજન કર્યુ હતુ.અને તમામ હરિભકતોને આશીર્વાદ આપ્યા હતા.ગુરૂ પૂર્ણિમા નિમિત્ત મોટી સંખ્યામાં હરિભકતોએ હાજરી આપી હતી.

પોઈચા ખાતે નિલકંઠ ધામમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

નર્મદા નદીના કાંઠે આવેલા પોઈચા ખાતે નિલકંઠ ધામમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.રાજકોટ ગુરૂકુળ સંસ્થાપક ધમૅજીવન દાસજી સ્વામી મહારાજ ગુરૂ સ્થાને  રહેલા દેવકૃષ્ણ દાસજી સ્વામીનું સંતોએ ગુરુ પૂજન કર્યુ હતું. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ગુરુપૂર્ણિમાની ઉજવણી માટે પોઈચા ખાતેના નિલકંઠ ધામ પહોંચ્યા હતા.

અંબાજીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓએ મા અંબેના દર્શન કર્યા

Advertisement

અંબાજીમાં ગુરુપૂર્ણિમાં પાવન પર્વને લઈ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓએ મા અંબેના દર્શન કર્યા હતા.શ્રદ્ધાળુઓએ મા અંબેના દર્શન કરી માતાજીને કોરોનાની મહામારીમાંથી મુક્ત કરવાની પ્રાર્થના કરી હતી.શ્રદ્ધાળુઓએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી  માતાજીના દર્શન કર્યા હતા.

Read Also

The post ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next