Advertisement

ભાવનગરના જેસર તાલુકામાં ખેતરોનું ધોવાણ અને તંત્ર લાપતા

06:57 PM Jul 20, 2018 | Arohi |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ભાવનગરના જેસર તાલુકાને મેઘરાજાએ ઘમરોળ્યા બાદ હવે તારાજીની દૃશ્ય સામે આવ્યા છે. ગામના તળાવ અને નદીઓમાં ભારે પૂરના કારણે ખેતરોનું ભારે ધોવાણ થતાં પાક નિષ્ફળ ગયો છે. આવા સંજોગોમાં વહીવટીતંત્ર તાકીદે અસરગ્રસ્ત વિસ્તારોની મદદ કરે અને આવનારા સમયમાં ફરી તારાજી ન સર્જાય તે માટે પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરે તેવી માગણી ગ્રામજનોએ કરી છે.

જેસર તાલુકાના શેવડીવદર ગામે પણ ભારે નુકસાન પહોંચ્યું છે. શેવડીવદરમાંથી પસાર થતી નદીના પૂરના કારણે શાળાઓ અને ઘરોમાં પાણી ઘૂસ્યા હતા.સાથે અનેક શાળા, મકાનોની દિવાલો ધસી પડી હતી. જો કે સૌથી વધુ નુકસાન તો ખેતરોમાં થયું છે. હજુ વાવણી કર્યાના થોડા સમયમાં જ મૌલાતોનું ધોવાણ થઇ ગયું હતું.

શેવડીવદરમાં વરસાદની તારાજી બાદ હજુ સુધી કોઈ અધિકારીઓ ફરક્યા ન હોવથી ગ્રામજનોમાં રોષ છે. પ્રધાનો આવી અને ફોટા પાડી જતાં રહ્યા પરંતુ હજુ સુધી સહાય અંગે કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું ખુદ સરપંચ જણાવી રહ્યા છે. ગામમાં બે તલાવડીઓ તૂટી ગયા બાદ એક તળાવ તૂટે તેવી દહેશત ગ્રામજનોએ વ્યક્ત કરી જમીનોના ભારે ધોવાણ બાબતે પણ યોગ્ય સર્વે થાય તેવી માગણી કરી છે.

The post ભાવનગરના જેસર તાલુકામાં ખેતરોનું ધોવાણ અને તંત્ર લાપતા appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next