Advertisement

દિલ્હીમાં ગંભીર હાલત: લોકડાઉન પણ કામમાં ન આવ્યું, એક જ દિવસમાં નોંધાયા 28 હજાર નવા કોરોનાના કેસ

05:44 PM Apr 21, 2021 | Harshad Patel
Advertisement

GSTV

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના સંક્રમણ પર લોકડાઉનની પણ કોઈ અસર થઈ રહી હોય તેવુ લાગતુ નથી. કોરોનાના સંક્રમણના જે આંકડા બહાર આવી રહયા છે તે ચોંકાવનારા છે.દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના એક દિવસમાં સૌથી વધારે કેસ નોંધાયા છે.24 કલાકમાં કોરોનાના 28000 નવા દર્દીઓ સામે આવ્યા છે અને 277 લોકોના મોત થઈ ચુક્યા છે.દિલ્હીમાં દર્દીઓની અત્યાર સુધીની સંખ્યા 9 લાખને પાર કરી ગઈ છે.એક લાખ કોરોનાના દર્દીઓ હજી સારવાર લઈ રહ્યા છે.

6 દિવસનુ લોકડાઉન લગાવવામાં આવ્યું હતું

દિલ્હીમાં તો સ્થિતિ બગડી રહી હોવાથી 6 દિવસનુ લોકડાઉન લગાવવામાં આવ્યુ હતુ.આ લોકડાઉન સોમવાર રાતે 10 વાગ્યાથી લગાવાયુ હતુ.લોકડાઉનના બીજા દિવસે પણ જોકે કોરોના પર તેની અસર થઈ નથી.દિલ્હીમાં બીજી તરફ મેડિકલ ઓક્સિજનનુ પણ સંકટ છે.

હાલ પુરતુ તો ઓક્સિજન સપ્લાય મળ્યો હોવાથી સંકટ ટળ્યું

દિલ્હીની હોસ્પિટલોમાં મંગળવારે સાંજે ગણતરીના કલાકો માટે જ ઓક્સિજન ઉપલબ્ધ હતો.જોકે હાલ પુરતુ તો ઓક્સિજન સપ્લાય મળ્યો હોવાથી સંકટ ટળ્યુ છે પણ કોરોનાનુ સંક્રમણ લોકડાઉનથી પણ કાબૂમાં ના આવ્યુ તો આગળ શું થશે તે વિચાર ધ્રુજાવી દે તેવો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

The post દિલ્હીમાં ગંભીર હાલત: લોકડાઉન પણ કામમાં ન આવ્યું, એક જ દિવસમાં નોંધાયા 28 હજાર નવા કોરોનાના કેસ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next