Advertisement

Video: દીપિકાને આપેલું આ વચન આજ સુધી પુરુ નથી કરી શક્યો રણવીર સિંહ, અમિતાભ બચ્ચને ફોન કરીને ઝાટકી નાંખ્યો

11:29 AM Sep 07, 2021 | Bansari |
Advertisement

GSTV

કૌન બનેલા કરોડપતિ 13 (Kaun Banega Crorepati 13)ના આ શાનદાર શુક્રવાર (Shaandaar Shukravaar) ના એપિસોડમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને ફરાહ ખાન(Farah Khan) આવવાની છે. બંને સ્ટાર્સ શોમાં ગેમ રમશે અને જીતેલા પૈસાનું સારા કામ માટે દાન કરશે.

આ એપિસોડનો પહેલો પ્રોમો રિલિઝ થઇ ગયો હતો જેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો અને હવે બીજો પ્રોમો પણ સામે આવી ગયો છે જેને જોઇને તમને પણ હસવુ આવશે. બીજા પ્રોમોને બ્રેકિંગ ન્યૂઝ ફોર્મેટમાં બતાવવામાં આવ્યો છે જેમાં દીપિકા, બિગ બી સામે પતિ રણવીર સિંહની નિંદા કરે છે.

દીપિકા કહે છે કે રણવીરે મને વચન આપ્યું હતું કે તે મારા માટે બ્રેકફાસ્ટ બનાવશે, પરંતુ આજ સુધી તેણે એવું કંઇ કર્યુ નથી. દીપિકાની વાત સાંભળીને બિગ બી, રણવીરને કૉલ કરે છે. બિગ બી, રણવીરને કહે છે કે તમારી પત્ની તમારી ફરિયાદ કરી રહી છે.

રણવીર કહે છે કે, અરે મારા તરફથી તેમને આદર આપવાના બદલે તુ મારી ફરિયાદ કરી રહી છે? ત્યારે બિગ બી કહે છે કે તમે હજુ સુધી તેના માટે કંઇ બનાવ્યું કેમ નથી? તેના જવાબમાં રણવીર કહે છે કે, અમિતાભ સરે કહી દીધું છે, હવે તને હું ખોળામાં બેસાડીને ઑમલેટ ખવડાવીશ.

Advertisement

આ સાંભળીને દીપિકા અને બિગ બી હસવા લાગે છે ત્યારે જ ફરાહ કહે છે કે તેમણે ફક્ત બ્રેકફાસ્ટ બનાવીને ખવડાવવાનું કહ્યું છે ખોળામાં બેસાડવાનું નહીં. ફરાહની વાત સાંભળીને દીપિકા અને બિગ બી વધુ જોર જોરથી હસવા લાગે છે.

અહીં જુઓ શોનો પ્રોમો

એક ચૂટકી સિંદૂર ડાયલોગ પર બિગ બીએ કર્યુ પરફોર્મ

તેની પહેલા જે શૉનો પ્રોમો આવ્યો હતો તેમાં બિગ બી, ફરાહને કહે છે કે તમે મને તમારી ફિલ્મમાં કેમ લેતા નથી. તો ફરાહ કહે છે કે સર તે સૌનું સપનુ હોય છે કે તમે તેની ફિલ્મમાં કામ કરો. બિગ બી, ફરાહની વાત નથી માનતા જે બાદ ફરાહ કહે છે કે સર અહીં જ સીન કરીએ.

ફરાહ, બિગ બીને દીપિકા અને પોતાની ફિલ્મ ઓમ શાંતિ ઓમનો ફેમસ ડાયલોગ એક ચૂટકી સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો મહેશ બાબૂ પર પરફોર્મ કરવા કહે છે. પહેલા દીપિકા, બિગ બીને આ સીન કરીને બતાવે છે. તે બાદ બિગ બી ડાયલોગને પોતાના એન્ગ્રી યંગ મેન અંદાજમાં બોલીને બતાવે છે. તે બાદ ફરાહ કહે છે કે આવી રીતે નહીં, તો બિગ બી ફરી અલગ રીતે ડાયલોગ બોલે છે જે બાદ ફરાહ અને દીપિકા પેટ પકડીને હસે છે.

Read Also

The post Video: દીપિકાને આપેલું આ વચન આજ સુધી પુરુ નથી કરી શક્યો રણવીર સિંહ, અમિતાભ બચ્ચને ફોન કરીને ઝાટકી નાંખ્યો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next