Advertisement

BJPનું હ્દય પરિવર્તન: જૂની સરકારોએ જનતાને જે ડામ આપ્યા તેના પર ભૂપેન્દ્ર પટેલ મલમ લગાવશે, રૂપાણીના નિર્ણયો બદલવાનો વિચાર

08:21 AM Sep 21, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

સોલાર પાવર પરની સબસિડી પાછી ખેંચી લેવાના અંગે ઉદ્યોગ ખાતાના, 1982થી 1999ના ગાળામાં વેચાયેલી મિલકતના એલોટમેન્ટ લેટર પર સ્ટેમ્પ ડયૂટી વસૂલવાના, કોરોનાના કાળમાં ઓક્સિજન અને રેમડેસિવિરની અછતને કારણે જાન ગુમાવનારા સેંકડો હજારો દર્દીઓના સ્વજનોની નારાજગી દૂર કરવામાં ગુજરાતના નવા પ્રધાનમંડળના મંત્રીઓ અને નવા મુખ્યમંત્રી સફળ થશે કે કેમ તે એક ચર્ચાનો વિષય બન્યો છે.

ગુજરાત સરકારના સો ટકા પ્રધાનોને રિપ્લેસ કરી દેવામાં આવ્યા ત્યારબાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના પ્રધાન મંડળના મંત્રીઓ પ્રજા વિરોધી નિર્ણયોને ઉલટાવે તેવી પ્રજાજનોની અપેક્ષા છે. 

સ્ટેમ્પ ડયૂટી અંગેનો વિવાદ ઉકેલવો જરૂરી

આ જ રીતે મહેસૂલ મંત્રી કૌશિક પટેલેના નેતૃત્વ હેઠળ સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ 1982થી 1999ના ગાળામાં મિલકતોની ખરીદી કરનારાઓને આપવામાં આવેલા એલોટમેન્ટ લેટર પર સ્ટેમ્પ ડયૂટી વસૂલવાનો વિવાદાસ્પદ નિર્ણય લઈને રજિસ્ટ્રેશન માટે આવેલા સેંકડો હજારો દસ્તાવેજોને ટલ્લે ચઢાવી દીધા છે.

Advertisement

આ નિર્ણયને પરિણામે બે ચાર વાર હાથ બદલા થઈ ચૂકેલી મિલકતો પર પણ સ્ટેમ્પ ડયૂટીની જવાબદારી આવી ગઈ છે. તેમના દસ્તાવેજોનુ ંરજિસ્ટ્રેશન કરવાને બદલે ડેપ્યુટી કલેક્ટર (સ્ટેમ્પ)ને મોકલી આપવામાં આવે છે. કલેક્ટર કચેરીના કોઈપણ અધિકારીઓ તેમને માથે જવાબદારી લેવા ન માગતા હોવાથી તેના પર સ્ટેમ્પ ડયૂટી વસૂલવી કે નહિ તે અંગે નિર્ણય લેવાનું ડેપ્યુટી કલેક્ટર પર છોડી રહ્યા છે.

સુપરિનટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા 1982થી 1999ના ગાળામાં મિલકતના એલોટમેન્ટ લેટર પર સ્ટેમ્પ ડયૂટી વસૂલવાના કરવામાં આવેલા પરિપત્રને પરિણામે અટકી પડેલા દસ્તાવેજોને કારણે હાલાકીનો સામનો કરી રહેલી પ્રજાના પ્રશ્નોનો નવા મહેસૂલ મંત્રી ઉકેલ આપશે તેવી આશા પ્રજાજનો રાખી રહ્યા છેે. નવા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ બાબતમાં મારૂં ધ્યાન દોરવામાં આવી રહ્યું છે, તેનો અભ્યાસ કરી લઈને હું પણ સમય આવ્યે તે અંગે નિર્ણય લઈશ. 

આડેધડ ફી વસૂલતી હોસ્પિટલોને રોકવી અનિવાર્ય

પૂર્વ આરોગ્ય મંત્રી નીતિન પટેલના શાસન કાળમાં કોરોના કાળમાં ગુજરાત સરકાર કોરોનાનો શિકાર બનેલા દર્દીઓને ઓક્સિજન કે પછી રેમડેસિવિર તથા મ્યુકર માઈકોસિસના દર્દીઓને જરૂરી ઇન્જેક્શન પૂરા પાડવામાં નિષ્ફળ રહી હોવાથી અને તેને પરિણામે સંખ્યાબંધ દર્દીઓએ જાન ગુમાવ્યા હોવાથી ગુજરાત સરકાર વગોવાઈ હતી.

તદુપરાંત ખાનગી હોસ્પિટલ્સ દ્વારા દર્દીઓ પાસે આડેધડ લેવાતા ચાર્જને અંકુશમાં લઈને વાજબી ભાવે સારવાર અપાવવામાં નવા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ શું પગલાં લેશે તેના પર નજર માંડી રહ્યા છે. જોકે ઋષિકેશ પટેલનું કહેવું છે કે એકાએક કેસો વધી ગયા હોય તેવા સંજોગોને બાદ કરતાં કોરોના કાળમાં ગુજરાત સરકારની કામગીરી ઘણી જ સારી રહી હતી. 

વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ સોલાર પ્રોજેક્ટના રદ થયેલા કરાર ફરી જીવંત કરાશે

સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુશન સોલાર પ્રોજેક્ટની યોજના હેઠળ ગુજરાત સરકારના પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ દલાલના નેજા હેઠળ ચાલતી ગુજરાત ઉર્જા વિકાસ નિગમની વીજ વિતરણ કંપનીઓએ સોલાર પ્રોજેક્ટ નાખવા માટે 4000 ઇન્વેસ્ટર્સ સાથે યુનિટદીઠ રૂા. 2.83ના ભાવે પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યા પછી તેમને કેપિટલ સબસિડી પેટે રૂા. 35 લાખ અને વ્યાજની સબસિડી પેટે 7 ટકા વ્યાજ માફી આપવી ન પડે તે માટે કરાર રદ કરી દેતા ગુજરાતમાં ભારે હોબાળો થયો છે.

બીજું ગુજરાત સરકારની વીજ વિતરણ કંપનીઓએ પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરનારાઓને ફોન કરી કરીને તેમના કરારો રદ કરી જેવાની ફરજ પાડી છે. પરિણામે 4000માંથી 2600 જેટલા લોકોએ કરારા રદ કર્યા છે. તેથી  સરકાર સાથે કરાર કર્યા પછી રૂા. 10,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરનારાઓને રૂા. 2200 કરોડનું નુકસાન થયું હોવાની ફરિયાદ થઈ છે.

આ ફરિયાદના સંદર્ભમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ તેમના ટેબલ પર ફાઈલ આવશે ત્યારે વિચારણા કરવાની બાંયધરી અને યોગ્ય વિચારણાં કરીને નિર્ણય લેવાની તેમણે ખાતરી આપી છે. અત્યારે તો તેઓ વિધાનસભાના સત્ર માટેની તૈયારીમાં હોવાનું તેમણે જણાવ્યું હતું. પાવર પરચેઝ એગ્રીમેન્ટ થયાના એક જ મહિના બાદ ગુજરાત સરકારે કરારમાંથી હટી જવાનો નિર્ણય કરીને ગુંલાટ મારી હોવાથી પ્રજા સાથે સરકારે દગો કર્યો હોવાની લાગણી બળવતર બની છે.

READ ALSO

The post BJPનું હ્દય પરિવર્તન: જૂની સરકારોએ જનતાને જે ડામ આપ્યા તેના પર ભૂપેન્દ્ર પટેલ મલમ લગાવશે, રૂપાણીના નિર્ણયો બદલવાનો વિચાર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next