Advertisement

દાણીલીમડા: મનપાની મંથર ગતિએ ચાલતું કામ સ્થાનિકો માટે બન્યું માથાનો દુઃખાવો

09:43 PM May 15, 2021 | Pritesh Mehta
Advertisement

GSTV

આગામની મહિને ચોમાસાનો પ્રારંભ થવાનો છે ત્યારે અમદાવાદમા  ખોડીયારનાગરથી  દાણીલીમડા BRTS ટ્રેક પાસે ચાલી રહેલ ડ્રેનેજનુ કામ ચાર વર્ષ કરતા વધુ સમય થવા છતા પુર્ણ થયુ નથી. આ ટ્રેક ભુવા ટ્રેક તરીકે ઓળખાય છે. અહીની ડ્રેનેજ લાઇન 40 વર્ષ કરતા વધુ જુની હોવાથી અવાર નવાર ભુવા પડતા હતા.

આ સમસ્યા દુર કરવા મહાનગરપાલિકા દ્વારા નવી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામા આવી. આ કામગીરી લાબો સમય થલા છતા હજુ પુર્ણ થઇ નથી. હજુ 20થી 30 ટકા કામગીરી બાકી છે અને એક થી બે મહિના જેટલો સમય લે તેમ છે આમ ચોમાસુ આવે તે પહેલા કામગીરી પુર્ણ થાય તેમ લાગતુ નથી.

તંત્રનુ કહેવુ છે કે કોરોનાના કારણે બે વર્ષથી કામગીરીમા અવરોધ આવ્યો છે. ચાલુ વર્ષે હોળી બાદ કોરોનાને કારણે  કારીગરો વતન જતા રહ્યા છે. કારીગરો આવશે  ત્યારે કામગીરી શરુ કરાશે જે એક-બે માસમા પુર્ણ થશે. જોકે તત્રની ગોકળગાયની કામગીરીને કારણે સ્થાનીકોમા રોષ જોવા મળી રહ્યો છે. લોકોનુ કહેવુ છેકે  ડ્રેનેજ નાંખવાની કામગીરીને કરાણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કામ ધીમી ગતીએ કરવામા આવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post દાણીલીમડા: મનપાની મંથર ગતિએ ચાલતું કામ સ્થાનિકો માટે બન્યું માથાનો દુઃખાવો appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next