Advertisement

અસાધારણ શિક્ષકનું અસાધારણ કામ / બંજર જમીનમાં ઉભું કરી દીધું કિચન ગાર્ડન

06:17 PM Sep 05, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

શિક્ષક કભી સાધારણ નહીં હોતા આ વાતને સાર્થક કરી છે ડોભોઈ તાલુકાના વાયદપુરા ગામના શિક્ષકે. શિક્ષકે શાળાની બહાર બિનઉપયોગી જમીનમાં કિચન ગાર્ડન બનાવ્યો છે. શિક્ષક દ્વારા દેશી પદ્ધતિથી વિવિધ પ્રકારના શાકભાજીનું ઉત્પાદન કરી રહ્યાં છે. ઉગેલ શાકભાજીનો મધ્યાન ભોજનમાં ઉપયોગ કરી બાળકોને પોષણ યુક્ત આહાર આપવામાં આવે છે.

કોરોના મહામારી વચ્ચે પણ છેલ્લા બે વર્ષથી ઉત્પાદન થયેલ શાકભાજી વિદ્યાર્થીઓના ઘરે પહોંચાડવામાં આવતા હતા. કિચન ગાર્ડન બનાવી તાજા શાકભાજી જેવા કે રિંગણ,ટમેટા,મરચા,કોબિંજ અને ફલાવર ઉગાડવામા આવે છે. શાળાના બાળકોને ભણવાની સાથે ખેતીને લગતુ જ્ઞાન પણ મળી રહે અને દરરોજ તાજા શાકભાજી શાળાના બાળકોને શાક બનાવીને તાજુ ભોજન પણ રોજે રોજ પીરસવામા આવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post અસાધારણ શિક્ષકનું અસાધારણ કામ / બંજર જમીનમાં ઉભું કરી દીધું કિચન ગાર્ડન appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next