Advertisement

અનિલ સ્ટાર્ચના નામે અમોલ શાહ કરતો હતો કરોડોની ઉચાપત, ક્રાઇમ બ્રાન્ચે વધુ એક ગુનામાં કરી લીધી ધરપકડ

10:50 PM Oct 22, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

કરોડોના કૌભાંડી અને અનેક ગુનાઓમાં સંડોવાયેલા અમોલ શેઠની અમદાવાદ ક્રાઇમબ્રાંચે વધુ એક ગુનામાં ધરપકડ કરી છે. અમોલ શેઠને ક્રાઇમબ્રાંચે મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો. જેમાં ક્રાઇમબ્રાંચે કૌભાંડી અમોલ શેઠના કુલ 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેમાં કોર્ટે અમોલ શેઠના 27 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.

અનિલ સ્ટાર્ચ કંપનીના ઓથા હેઠળ બીજી છ કંપનીઓ ખોલી અમોલ શેઠ અને તેના મળતીયાઓએ લોકોને ઉંચુ વળતર આપવાનું કહી કરોડો રૂપિયાની ઉચાપત કરી છે. જેથી એક પછી એક કેસમાં આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ કરી રહી છે. ત્યારે 3. 65 કરોડ રૂપિયાની મકાઇ ખરીદી પૈસા ન ચુકવવાના કેસમાં અમોલ શેઠની ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટની ધરપકડ કરી હતી. અમોલ શેઠે અનિલ સ્ટાર્ચ વતી ₹ 3. 65 કરોડ રૂપિયાની મકાઇ ખરીદી પૈસા નહીં ચુકવવા મામલે ક્રાઇમ બ્રાન્ચે અમોલ શેઠની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડના મુદ્દા કરતા અલગ અલગ કારણો રજૂ કર્યા હતા કે જે પૈસા નહીં ચુકવી ઠગાઇ આચરી છે તે મકાઇનો સ્ટોક ક્યાં છે?, આરોપીએ મકાઇનો સ્ટોક કોને વેચાણ આપ્યો? આરોપી સામે જુદા જુદા 10 ગુના નોંધાયેલા છે તેથી તે તપાસમાં સહકાર આપતો નથી, આરોપીએ ક્યાં અને કેટલી મિલકતો ખરીદી?

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post અનિલ સ્ટાર્ચના નામે અમોલ શાહ કરતો હતો કરોડોની ઉચાપત, ક્રાઇમ બ્રાન્ચે વધુ એક ગુનામાં કરી લીધી ધરપકડ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next