Advertisement

પાટીલની મેયરને ટકોર, આગામી સપ્તાહથી રસ્તા પર ના તો ગાયો દેખાવવી જોઈએ અને ના તો મંદિરમાં ભિક્ષુકો

03:23 PM Oct 25, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

વડોદરા શહેરમાં રખડતી ગાયોને લઈને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે મેયરને ટકોર કરી છે તેમજ આગામી અઠવાડિયામાં ગાયો રોડ પર ન દેખાવવી જોઈએ. મંદિરમાં ભિક્ષુકો ન દેખાવવા જોઈએ તેવી ટકોર કરી છે. સી.આર. પાટીલે એક કાર્યક્રમમાં આ અંગે મેયરને ટકોર કરી છે.

સી.આર. પાટીલે એક કાર્યક્રમ દરમિયાન ત્યાં ઉપસ્થિત મેયર કેયુર રોકડિયાને પણ જાહેર મંચથી ટકોર કરતા કહ્યું કે કેયુર રોકડિયા યુવાન હતાં તેથી મેયર બનાવ્યાં. ત્યારે એમ લાગ્યું કે ઝડપથી નિર્ણય લેશે પરંતુ હવે કેયુર રોકડિયા મિટિંગ બંધ કરો અને નિર્ણય કરો.

સી.આર. પાટીલે મિટિંગ બંધ કરો એમ શા માટે કહ્યું તે અંગે એમને જ પૂછો : કેયુર રોકડિયા

બીજી તરફ મેયર કેયુર રોકડિયાએ સી.આર. પાટીલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘આખા રાજ્યમાં સૌથી વધુ એટલે કે 600થી કરતા પણ વધારે ગાયો વડોદરા મહાપાલિકાએ પકડી છે. રસ્તે રખડતી ગાયો પકડવાનું કામ ઝડપથી ચાલુ રહ્યું છે તેમજ સી.આર. પાટીલે મિટિંગ બંધ કરો એમ શા માટે કહ્યું તે અંગે એમને જ પૂછો તેમ પણ કેયુર રોકડિયાએ કહ્યું હતું.

READ ALSO :

The post પાટીલની મેયરને ટકોર, આગામી સપ્તાહથી રસ્તા પર ના તો ગાયો દેખાવવી જોઈએ અને ના તો મંદિરમાં ભિક્ષુકો appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next