Advertisement

Covaxinની મંજૂરી પર હજુ નથી લાગી મહોર, WHOના અધિકારીએ જણાવ્યું મહત્વનું કારણ

06:09 PM Oct 22, 2021 | pratik shah |
Advertisement

GSTV

ભારતમાં નિર્મિત કોરોના સામેની રસી કોવેક્સિનને હજુ પણ ઈમરજન્સી ઉપયોગની યાદીમાં સામેલ થવાના નિર્ણયની પ્રતિક્ષા છે… વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પાસેથી છેલ્લા ઘણા સમયથી કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી રાહ જોવાઈ રહી છે.. જે હજુ સુધી મળી નથી.. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધિકારીએ કહયું છે કે કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે એક રસીનું પૂર્ણ રીતે મૂલ્યાંકન કરવાની અને તેને મંજૂરી આપવાની પ્રક્રિયામાં ક્યારેક ક્યારેક વધુ સમય લાગે છે.

પરંતુ તે સુનિશ્ચિત કરવાનું રહે છે કે જે કંઈ પણ થાય અમે દુનિયાને સાચી સલાહ આપીએ.. ભલે તેના માટે એક અથવા બે સપ્તાહ લાગે.. આ વાત ડબલ્યૂએચઓના નિર્દેશક ડો.માઈક રયાને કહી.. તેઓ એક પ્રશ્નોતરી દરમિયાન 26 ઓક્ટોબર સુધીમાં કોવેક્સિનને ઈયૂએલમાં સામેલ કરવાના સવાલ અંગે જવાબ આપી રહ્યા હતા.

રાયનને પૂછવામાં આવ્યું કે શું 26 ઓક્ટોબર સુધીમાં કોવેક્સિન રસીઓની ઇમર્જન્સી યુઝ લિસ્ટ (EUL) માં ઉમેરવામાં આવે તો ચોક્કસ જવાબ મળશે. અગાઉ, WHO ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને એક ટ્વીટમાં જણાવ્યું હતું કે WHO ભારતના ‘ભારત બાયોટેક’ દ્વારા ઉત્પાદિત કોવાક્સિનને કટોકટીના ઉપયોગ માટે રસીઓની યાદીમાં મૂકવા પર વિચારણા કરી રહ્યું છે. ટેકનિકલ સલાહકાર જૂથ 26 ઓક્ટોબરે એક બેઠકનું આયોજન કરશે

READ ALSO

Advertisement

The post Covaxinની મંજૂરી પર હજુ નથી લાગી મહોર, WHOના અધિકારીએ જણાવ્યું મહત્વનું કારણ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next