Advertisement

દૂધ સાગર ડેરી બોનસ કૌભાંડ: વિપુલ ચૌધરીને વધુ એક કોર્ટનો ઝટકો, હવે નહીં જઈ શકે વિદેશ

03:26 PM Jul 03, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

મહેસાણાની વિશ્વ પ્રખ્યાત દૂધ સાગર ડેરી કૌભાંડમાં આરોપી વિપુલ ચૌધરીની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઇ રહી. ત્યારે, ચૌધરીને કોર્ટ તરફથી ફરી એકવાર  ઝટકો મળ્યો છે. વિપુલ ચૌધરીએ અમેરિકા જવાની ઈચ્છા વ્યક્ત કરીને પાસપોર્ટની માંગ કરી હતી. જોકે, કોર્ટે વિપુલ ચૌધરીની અરજી ફગાવી દીધી છે.

દૂધ સાગર ડેરી બોનસ પગાર કૌભાંડ મામલે કાયદાનો સામનો કરી રહેલા વિપુલ ચૌધરીએ પોતાના દીકરાની કોલેજની કોમેન્સમેન્ટ સેરેમનીમાં ભાગ લેવા માટે અમેરિકા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેના માટે તેમણે કોર્ટ સમક્ષ પાસપોર્ટની માંગ કરી હતી.

જોકે, કોર્ટમાં સ્પેશિયલ સરકારી વકીલ વિજય બારોટની દલીલને ધ્યાને લઇ અમદાવાદના સીટી સીવીલ સેશન્સ જજ ડી. વી. શાહ સાહેબે વિપુલ ચૌધરીની માંગ ફગાવી દીધી હતી. કોર્ટે પાસપોર્ટ આપવા પર મનાઈ ફરમાવી દેતા વિપુલ ચૌધરીના વિદેશ જવાના સપનાના ચૂરેચૂરા થઇ ગયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post દૂધ સાગર ડેરી બોનસ કૌભાંડ: વિપુલ ચૌધરીને વધુ એક કોર્ટનો ઝટકો, હવે નહીં જઈ શકે વિદેશ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next