Advertisement

દેશમાં પ્રથમ ઇલેક્ટ્રિક હાઈવે બનાવવાની તૈયારી શરૂ: સરકાર કરી રહી છે વાતચીત, જાણો કેવી રીતે કરશે કામ

05:28 PM Sep 20, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દેશના હાઈવેને સુધારવા માટે કંઈક અલગ કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસની મુલાકાત લીધી. હવે મંત્રાલય દિલ્હીથી જયપુર સુધી ઇલેક્ટ્રીક હાઈવેના નિર્માણ માટે વિદેશી કંપની સાથે વાતચીત કરી રહ્યું છે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે દિલ્હીથી જયપુર સુધી ઇલેક્ટ્રિક હાઈવે બનાવવાનું મારુ સ્વપ્ન છે. તે હજુ પ્રસ્તાવિત પ્રોજેક્ટ છે. અમે એક વિદેશી કંપની સાથે ચર્ચા કરી રહ્યા છીએ.

બસ અને ટ્રકોને પણ વીજળીથી ચલાવવામાં આવશે

ગડકરીએ રાજસ્થાનના દૌસામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેની પ્રગતિની સમીક્ષા કરતા જણાવ્યું કે ઇલેક્ટ્રિક રેલવે એન્જીનની જેમ બસો અને ટ્રકોને પણ વીજળીથી ચલાવવામાં આશે. તેમણે જણાવ્યું કે એક ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ તરીકે મેં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ઉપયોગને ખતમ કરવાનો સંકલ્પ લીધો છે.

મુસાફરી 4-5 કલાક સુધી ઘટશે

વિશ્વભરના દેશ તેલની નિર્ભરતાને ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનોને વિકલ્પ તરીકે અપનાવી રહ્યા છે. ગડકરીએ જણાવ્યું કે ઇલેક્ટ્રિક વાહનો ઉપરાંત બસ, ટ્રક અને રેલવે એન્જીન પણ વીજળીથી ચલાવી શકાય છે. દાવો છે કે ઇલેક્ટ્રિક હાઈવે શરૂ થયા પછી મુસાફરોને 4-5થી કલાકની બચત થશે.

Advertisement

ઇલેક્ટ્રીક હાઈવે શરૂ થયા પછી ટ્રક અને બસ વીજળીથી ચાલશે. આ હાઈવે પર ટ્રક અને બસ મેટ્રોની જેમ ઉપર લાગેલા ઇલેક્ટ્રિક વાયરલ દ્વારા ચાલશે. તેને પર્યાવરણને ધ્યાનમાં રાખતા ખાસ તરીકે ડિઝાઇન કરવામાં આવે છે.

Read Also

The post દેશમાં પ્રથમ ઇલેક્ટ્રિક હાઈવે બનાવવાની તૈયારી શરૂ: સરકાર કરી રહી છે વાતચીત, જાણો કેવી રીતે કરશે કામ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next