Advertisement

દેશના 3 સૌથી મોટા ડોક્ટર્સની સલાહ: રેમડેસિવિર કોઈ ‘રામબાણ’નથી, ખાલી વાયરસનો લોડ ઓછો કરશે, પડાપડી ન કરો

06:54 PM Apr 21, 2021 | Harshad Patel
Advertisement

GSTV

દેશમાં કોરોના મહામારીની બીજી વેવ ખૂબ જ વિકરાળ બની છે. આ નવી લહેરમાં સતત નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે પીએમ મોદીએ દેશને સંબોધન કરી કોરોના સામે લડવા માટે હિંમત અને એકબીજાને સહયોગ આપવાની વાત કરી. આજે દેશના ત્રણ મોટા ડોક્ટરોએ પણ વિડિયો કોન્ફ્રન્સથી એક બીજા સાથે જોડાયા હતા. દેશમાં કોરોના વાયરસ મહામારી સતત વિકળાર સ્વરુપ ધારણ કરી રહી છે. લાખો લોકો દરરોજ આ બીમારીની ઝપેટમાં આવી રહ્યા છે. દરરોજ હજારો લોકોને આ બીમારી કાળના મુકમાં ધકેલી રહી છે. આ બધા વચ્ચે દેશના ત્રણ મોટા ડોક્ટરોએ કોરોના અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને દેશના લોકોને સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે લોકોને કોરોના વિશે માહિતિ અને તેમના સાવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો.

રેમડેસિવિર એ રામબાણ ઈલાજ નથી

આ ત્રણ ડોક્ટરોમાં દિલ્હી એઇમ્સના ડાયરેક્ટર ડો. રણદિપ ગુલેરિયા, નારાયણ હેલ્થના ચેરમેન ડો. દેવી શેટ્ટી અને મેદાંતા હોસેપિટલના ચેરમેન નરેશ ત્રેહન સામેલ છે. જે દરમિયાન મેદાંતાના ડો. નરેશ ત્રેહને જણાવ્યું કે રેમડેસિવિર એ રામબાણ નથી. તે માત્ર એવા લોકોમાં વાયરલ ઇન્ફેક્શન ઘટાડે છે, જેમને તેની જરુર છે.

કોરોના વાયરસના લક્ષણો જોવા મળે તો તરત જ આઇસોલેટ થઇ જાવ

ત્રણે ડોક્ટરોએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ પીસી કરી હતી. જે દરમિયાન ડો. ત્રેહને કહ્યું કે કોરોના વાયરસના લક્ષણો જોવા મળે તો તરત જ આઇસોલેટ થઇ જાવ. સાથે જ વિના વિલંબ સારવાર પણ શરુ કરવી જોઇએ. તેમણે કહ્યું કે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તરત જ હોસ્પિટલ તરફ ના ભાગો. સામાન્ય લક્ષણો દેખાવા પર ક્વોરેન્ટાઇન સેન્ટર જઇ શકો છો. જો ઓક્સિજન લેવલમાં ઉતાર ચઢાવ થતો હોય તો હોસ્પિટલમાં દાખલ થાવ.

જો તમને કોરોનાના લક્ષણો દેખાતા હોય તો ડરવાની જરુર નથી

ડો. શેટ્ટીએ કહ્યું કે જો તમને કોરોનાના લક્ષણો દેખાતા હોય તો ડરવાની જરુર નથી, તમે ડોક્ટર સાથે વાત કરો અને જલ્દી કોરોના ટેસ્ટ કરાવો. જો સ્થિતિ વધારે ગંભીર ના હોય તો ઘરે રહીને જ સારવાર કરો. તેમણે આગળ કહ્યું કે જો શરીરમાં ઓક્સિજન લેવલ 94 ટકા કરતા વધારે હોય તો ચિંતાની કોઇ વાત નથી, પરંતુ જો ઓક્સિજન લેવલ તેમાથી નીચે આવે છે તો તમારે ડોક્ટર પાસે જવાની જરુર પડે છે.

દર 6 કલાકે ઓક્સિજન લેવલ ચેક કરવાનું પણ કહેશે

Advertisement

ડો. શેટ્ટીએ કહ્યું કે જો તમારામાં કોઇ લક્ષ્ણો નહીં હોય તો ડોક્ટર તમને ઘરે રહેવાની સલાહ આપશે. ઉપરાંત દર 6 કલાકે ઓક્સિજન લેવલ ચેક કરવાનું પણ કહેશે. જો કોઇ વ્યક્તિમાં શરીરનો દુખાવો, શરદી, ઉધરસ, તાવ, ઉલ્ટી કે અપચા જેવા લક્ષણો દેખાય તો તેમણે ટેસ્ટ કરાવવો જોઇએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

The post દેશના 3 સૌથી મોટા ડોક્ટર્સની સલાહ: રેમડેસિવિર કોઈ ‘રામબાણ’ નથી, ખાલી વાયરસનો લોડ ઓછો કરશે, પડાપડી ન કરો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next