Advertisement

ભારે કરી / મૃત્યુ પામેલી વ્યક્તિને સ્વર્ગમાં જઇને પણ અપાય છે વેક્સિનનો ડોઝ!, ઊંઘતા સરકારી તંત્રનું વધુ એક પરાક્રમ

10:44 AM Sep 04, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

હાલની કોરોનાકાળની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં કોરોનાથી રક્ષણ મેળવવા માટે વેક્સિન લેવી ફરજિયાત થઇ ગઇ છે. એવામાં વેક્સિનના 2 ડોઝ લીધા બાદ તેનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું પણ ફરજિયાત થઇ ગયું છે. કારણ કે અમુક રાજ્યો દ્વારા વેક્સિનના બે ડોઝ લીધાના સર્ટિફિકેટ વિના પ્રવેશ પણ નથી આપવામાં આવી રહ્યો. ત્યારે આપણે અનેક વાર એવું સાંભળ્યું હશે કે કેટલાંકે તો વેક્સિનના બંને ડોઝ લીધા પણ ના હોય અથવા તો પહેલો ડોઝ લીધો હોય પરંતુ બીજો ડોઝ લેવાનો હજુ બાકી હોય ત્યાં તો તેઓએ બીજો ડોઝ લઇ લીધાંનું પણ સર્ટિફિકેટ તેમને ઓનલાઇન બતાવતું હોય. ત્યારે આપણાં ઊંઘતા સરકારી તંત્રનો આવો જ વધુ એક છબરડો સામે આવ્યો છે.

સોશિયલ મીડિયા પર Drparth Joshi PT નામના ફેસબુક એકાઉન્ટ પરથી એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોતાના પિતાને ગુજરી ગયાને 4 મહીના કરતા પણ વધુ સમય થઇ ગયો છે. છતાં ભ્રષ્ટાચારથી ભરપૂર આ સરકારી તંત્ર દ્વારા પિતાને સ્વર્ગમાં જઇને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

Drparth Joshi PT નામના ફેસબુક એકાઉન્ટ પરથી એવો દાવો કરવામાં આવ્યો છે કે, ‘આજે મારા પિતાશ્રીને ગુજરી ગયાને ૪ મહિના કરતા પણ વધુ થયા છે. ત્યારે આ ભ્રષ્ટાચારથી ભરપૂર, અસંવેદનશીલ, ખોટા આંકડા જાહેર કરતી સરકાર અને તેમના ભ્રષ્ટ અને અબોધ સરકારી તંત્રને ફોન ઉપર ૪-૫ વાર ગુજરી ગયાનું જણાવ્યાં છતાં તેમને સ્વર્ગમાં જઇને વેક્સિનનો બીજો ડોઝ આપેલ છે.’

અગાઉ પણ થોડાં દિવસ પહેલાં સુરતમાં એક વૃદ્ધાને વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી હતો છતાં….

અત્રે ઉલ્લેખનીય છે કે, આવી અવારનવાર તંત્ર દ્વારા ભૂલો થઇ હોવાનું સામે આવ્યું છે. જેમ કે, થોડાં દિવસો પહેલાં જ આજવારોડ પર રહેતા એક ૮૦ વર્ષના વૃદ્ધાએ કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો હતો. જ્યારે તેઓને બીજો ડોઝ લેવાનો બાકી હતો. પરંતુ તેમના મોબાઇલ ફોન પર વેક્સિનનો બીજો ડોઝ લીધો ન હોતો એ પહેલાં જ મેસેજ આવી ગયો હતો કે, ‘તમે બીજો ડોઝ લઇ લીધો છે તે બદલ કોન્ગ્રેચ્યુલેશન.’ આ મેસેજ વાંચીને તેમના પરિવારજનો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતાં.

Advertisement

કોરોનાની વેક્સિન લેવા માટે સરકાર દ્વારા લોકોને સમજાવવામાં આવે છે. પરંતુ કેટલીક વખત સિસ્ટમમાં ચાલતી પોલમપોલ બહાર આવે છે. આવો જ એક કિસ્સો આજવારોડ પર બન્યો હતો. નિવૃત્ત ડે.ડી.ડી.ઓ. અશોકભાઇના ૮૦ વર્ષના માતા હીરાબેન માવજીભાઇ વાણિયાએ ગત ૩જી એપ્રિલના રોજ કોરોનાની વેકિસનનો પહેલો ડોઝ લીધો હતો. ત્યાર બાદ તેમને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. કોરોનામાંથી બહાર આવ્યાં પછી આવેલા એટેકના કારણે તેઓ પથારીવશ હતાં.

ત્યારે તારીખ 26 ઓગસ્ટના ૧૦ દિવસ પહેલાં જ કોરોનાની રસીના બીજા ડોઝ માટે તેમના પર કોલ આવ્યો હતો. પરંતુ હીરાબેન પથારીવશ હોય પછી રસી લેવા આવીશું તેવું તેમના પુત્રએ કહ્યું હતું. પરંતુ જ્યારે એ દિવસે અચાનક જ તેમના મોબાઇલ ફોન પર મેસેજ આવ્યો કે, કોરોનાની રસીનો બીજો ડોઝ લેવા બદલ ધન્યવાદ. આ મેસેજ વાંચીને હીરાબેનના પરિવારજનોને ભારે આશ્ચર્ય થયું હતું. તેઓ ચિંતામાં મુકાઇ ગયા હતાં કારણકે તેમની માતાએ બીજો ડોઝ લીધો જ ન હોતો. છતાંય આવો મેસેજ આવતા હવે ખરેખર બીજો ડોઝ લેવાનો સમય આવશે ત્યારે આ સરકારી તંત્ર શું તેમને બીજો ડોઝ નહીં આપે. જેવાં પ્રશ્નો મનમાં સર્જાયા હતાં.

સરકારી તંત્રના રાજમાં ઊઘાડી પોલમપોલ

આવા ભૂલભરેલા સરકારી તંત્રની આવી જ વધુ એક ભૂલ સામે આવી છે. પરંતુ તેમાં તો સરકારી તંત્રએ હદ પાર કરી દીધી છે. કારણ કે, આ ઘટનામાં ખુદ પુત્રએ જ સોશિયલ મીડિયાના માધ્યમથી એવો દાવો કર્યો છે કે, પોતાના પિતાને ગુજરી ગયાને 4 મહીનાથી પણ વધુ સમય થઇ ગયો છે. તેમ છતાં આ ભ્રષ્ટાચારથી ભરપૂર, અસંવેદનશીલ અને ખોટા આંકડા જાહેર કરતી સરકાર અને તેમના ભ્રષ્ટ અને અબોધ સરકારી તંત્રને ફોન ઉપર 4થી 5 વાર ગુજરી ગયાનું જણાવ્યાં બાદ પણ તેઓએ પોતાના પિતાને સ્વર્ગમાં જઇને વેક્સિનનો બીજો ડોઝ આપી આવ્યાં. આખરે આના પરથી જ એ સાબિત થાય છે કે, આખરે ખરેખર આપણું આ સરકારી તંત્ર કેટલું ઘોર નિંદ્રામાં છે તેમજ અંદરોઅંદર કેટલી પોલમપોલ ચાલી રહી છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post ભારે કરી / મૃત્યુ પામેલી વ્યક્તિને સ્વર્ગમાં જઇને પણ અપાય છે વેક્સિનનો ડોઝ!, ઊંઘતા સરકારી તંત્રનું વધુ એક પરાક્રમ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next