Advertisement

CORONA UPDATE / નવેમ્બર બાદ ફરી દેખાયો કોરોનાનો કહેર, આ પાંચ રાજયોએ વધારી ચિંતા

11:46 AM Feb 22, 2021 | Mansi Patel |
Advertisement

GSTV

રવિવારે ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ 11 મિલિયન એટલે કે 1.1 કરોડનો આંકડો વટાવી ગયા છે. જો કે, છેલ્લા 1 મિલિયન કેસ 65 દિવસમાં આવ્યા છે, જે આટલા નવા કોરોના કેસો માટેનો સૌથી મોટો સમયગાળો છે. છેલ્લા 7 દિવસમાં કોરોના કેસોમાં વધારો જોવા મળ્યો છે.

સોમવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,199 નવા કેસ નોંધાયા છે અને આ સાથે કુલ પોઝિટિવ કેસ વધીને 1,10,05,850 થયા છે. તે જ સમયે, 83 નવા મૃત્યુ થયા છે, દેશમાં કોરોનાથી થતાં કુલ મોતની સંખ્યા વધીને 1,56,385 થઈ ગઈ છે.

આંકડા મુજબ દેશમાં કુલ 1,11,16,854 લોકોને કોરોના વાયરસની વેક્સિન લાગવી છે. વર્તમાનમાં ભારતમાં સક્રિય મામલાની કુલ સંખ્યા હવે 1,50,055 છે અને ડિસ્ચાર્જ થયેલ કુલ 1,06,99,410 છે. ICMR મુજબ ભારતમાં અત્યાર સુધીમાં 21,15,51,746 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 6,20,216 સેમ્પલ રવિવારે ટેસ્ટ કરવામાં આવ્યા.

7 દિવસમાં 1,00,990 નવા કેસ નોંધાયા

ભારતમાં ગયા સપ્તાહ(15થી 21 ફેબ્રુઆરી)માં કોરોનાના 1,00,990 કેસો નોંધાયા. પાંચ સપ્તાહ પછી કોઈ સપ્તાહમાં 1 લાખથી વધુ કેસ નોંધાયા. ગયા સપ્તાહમાં કોરોનાના 77,284 નવા કેસ સામે આવ્યા છે. એવામાં ગયા સપ્તાહની તુલનામાં આ સપ્તાહમાં 31% કેસ વધી ગયા છે.

Advertisement

રાજ્યોની વાત કરીએ તો સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં વધ્યા, જ્યાં આ સપ્તાહમાં 81% કેસમાં વૃદ્ધિ થઇ. ત્યાં જ ભારતમાં ગયા સપ્તાહ સુધી સરેરાશ કોરોના કેસોની સંખ્યા 11,430 હતી જે આ સપ્તાહના આંકડા પછી વધીને 12,770 થઇ ગઈ છે. જો કે દર અઠવાડીએ થનાર મોત ના આંકડા સ્થિર છે, એમાં ગયા સપ્તાહમાં કોરોનાથી મરવા વાળાની સંખ્યા 660 રહી જે ગયા સપ્તાહના મુકાબલે 10% વધુ છે.

મહારાષ્ટ્રમાં 6971 નવા કેસ

મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાયરસના 6971 નવા દર્દીઓની પુષ્ટી થઈ છે. જે બાદ કુલ મામલા 21 લાખ પાર ગયા છે. રાજ્યમાં આ ત્રીજો દિવસ છે જ્યારે સંક્રમણની સંખ્યા 6000થી વધુ છે. રાજ્યમાં લગભગ 3 મહિના બાદ શુક્રવારે 6000થી વધુ કેસ નોંધાયા છે. રવિવારના 35 સંક્રમિતોના મોત થયા છે જે બાદ મૃતકોની સંખ્યા 51,788 થઈ ગઈ છે. ત્યાં કુલ 21,00,884 કેસ થઈ ગયા છે.

કેરલ અને મહારાષ્ટ્રમાં 74 ટકાથી વધુ એકટિવ કેસ

મંત્રાલયે કહ્યુ કે, દેશ કોવિડ-19ના કુલ ઉપચારાધિન દર્દીઓમાં 74 ટકાથી વધુ લોકો કેરલ અને મહારાષ્ટ્રમાં છે. બાદમાં છત્તીસગઢ અને MPમાં પણ કોરોના કેસમાં વધારો થયો છે. પંજાબ અને જમ્મુ-કશ્મીરમાં પણ દરરોજ કોરોના કેસની બાબતોમાં વધારો દેખાઈ રહ્યો છે. કેરલમાં ગત 4 સપ્તાહમાં 42,000થી 34800 વચ્ચે કોરોનાના કેસ રહ્યા છે. તો મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વૃદ્ધિ દેખાઈ રહી છે જેમાં તેનો આંકડો વધીને 18200થી વધીને 21,300 થયો છે. જયારે સાપ્તાહિક પુષ્ટિનો દર 4.7 થી વધીને 8 ટકા થયો છે.

પંજાબમાં 358 નવા દર્દીઓ આવ્યા સામે

પંજાબમાં કોરોના વાયરસના મામલામાં વધારો થયો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 358 નવા દર્દીઓ સામે આવ્યા છે. અને 8 દર્દીઓના મોત નિપજ્યા છે. ત્યારે બીજીતરફ રવિવારે પંજાબમાં કુલ 264 ડિસ્ચાર્જ થયા છે. ચંડીગઢમાં કોરોના વાયરસના સંક્રમણના 28 નવા કેસો સામે આવ્યા છે. જ્યાં આ સંક્રમણના મામલાઓ વધીને 21,425 પર પહોંચ્યા છે. જ્યારે બીજી તરફ રવિવારે ત્યાં કોરોનાથી એક પણ મોત થઈ નથી. તમને જણાવી દઈએ કે સંક્રમણથી મરવાવાળાની સંખ્યા 349 પર પહોંચી છે. બીજી તરફ 186 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

read also

The post CORONA UPDATE / નવેમ્બર બાદ ફરી દેખાયો કોરોનાનો કહેર, આ પાંચ રાજયોએ વધારી ચિંતા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next