Advertisement

દેશમાં ફરી વકરી રહ્યો છે કોરોના વાયરસ, 24 કલાકમાં સામે આવ્યા 42 હજારથી વધુ કેસ

11:16 AM Sep 05, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

ભારતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 42 હજાર 766 નવા કેસ નોંધાયા છે. જે પૈકી એકલા કેરળમાં 29 હજાર 682 કેસ સામે આવ્યા છે. નવા કેસ મળીને દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 4 લાખ 10 હજાર 48 પર પહોંચી છે. બીજી તરફ રિકવરી રેટ 97.42 ટકા છે.

કેરળના કોઝીકોડમાં 12 વર્ષના એક બાળકી નિપાહ વાયરસને કારણે મોત થયું છે. નિપાહ વાયરસના કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે પણ પોતાની એક ટીમ કેરળ મોકલી છે. કેરળના કોઝીકોડમાં નિપાહ વાયરસનો કહેર ધીમે ધીમે વધી રહ્યો છે. અહીં નિપાહ વાયરસથી સંક્રમિત થયેલ એક 12 વર્ષીય બાળકનું મોત થયું છે. કોઝીકોડના એક ખાનગી હોસ્પિટલમાં આ બાળકમાં નિપાહ વાયરસ સંક્રમણના લક્ષણો જોવા મળ્યા હતા. આજે રવિવારે સવારે આ બાળકનું મોત થઇ ગયું.

એનઆઈવી પુણેએ આ વાતની પુષ્ટિ કરી છે કે કેરળમાંથી લેવામાં આવેલા નમૂના નિપાહ પોઝિટિવ આવ્યા છે. આજે સવારે બાળકનું મોત થયું, તેની હાલત પહેલાથી જ ગંભીર હતી. ગઈકાલે નિપાહ વાયરસ સંક્રમણ અંગે મંત્રીઓ અને સંબંધિત અધિકારીઓની બેઠક હતી. જે બાદ એક ટીમ બનાવીને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ અને અન્ય પ્રક્રિયાઓ પહેલા જ શરૂ કરી દેવામાં આવી છે. વિશેષ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post દેશમાં ફરી વકરી રહ્યો છે કોરોના વાયરસ, 24 કલાકમાં સામે આવ્યા 42 હજારથી વધુ કેસ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next