Advertisement

આંશિક રાહત: ગુજરાતમાં કોરોનાનો આંક ઘટ્યો, છેલ્લા 24 કલાકમાં 9 હજારથી વધુ કેસ

07:40 PM May 15, 2021 | Pritesh Mehta
Advertisement

GSTV

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 9 હજાર 61 કેસ નોંધાયા છે. તો કુલ 95 લોકોના મોત થયા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 9 હજાર 39 દર્દીઓના મોત થયા છે. હાલમાં 791 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તો હાલમાં સમગ્ર રાજ્યમાં કુલ 1 લાખ 11 હજાર 263 લોકોની સારવાર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં કુલ 15 હજાર 76 દર્દીઓ સાજા થયા છે. તો સમગ્ર ગુજરાતમાં આજદિન સુધીમાં કુલ 6 લાખ 24 હજાર 107 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે.

ગુજરાતમાં કોરોનાથી થતા મોતના આંકડાને છુપાવવામાં આવતા હોવાના અહેવાલોને રાજ્ય સરકારે ફરી એક વખત ફગાવ્યા છે. ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી સ્પષ્ટતા કરતા જણાવ્યું કે સરકાર મોતના આંકડા છૂપાવે છે તે અહેવાલો પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં જન્મ અને મરણના સર્ટીફિકેટ આપવાની કામગીરી ઓનલાઇન ચાલી રહી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડીશનલ સુપ્રિટેન્ડન્ટ ડૉકટર રાકેશ જોષીએ નિવેદન કર્યું હતુ..તેઓએ કહ્યું હતુ કે એપ્રિલ મહિનામાં 300 દર્દીઓ દાખલ થયા હતા તેની સામે હવે માત્ર 150 દર્દીઓ દાખલ થઈ રહ્યાં છે..આ ઉપરાંત તેમણે ઉમેર્યુ હતુ કે ઓક્સિજન વપરાશમાં પણ આંશિક ઘટાડો જોવા મળ્યો છે.

કોરોનાનો બીજા સ્ટ્રેનનો ગ્રાફ ઘટ્યો છે. એપ્રિલ મહિનાની સરખામણીએ 6 મે પછી દર્દીઓની દાખલ થવાની સંખ્યા ઘટી છે. 15 એપ્રિલના રોજ સિવિલ હોસ્પિટલમાં 561 દર્દીઓ દાખલ થયા હતા.જેની સરખામણીએ 14 મેના રોજ 271 દર્દીઓ દાખલ થયા છે. જો કે હાલમાં પણ દાખલ દર્દીઓમાં ઓક્સિજન ઘટી જવાનું પ્રમાણ યથાવત છે.

Advertisement

સાબરકાંઠામાં હડતાળ પર ઉતરેલા ડોક્ટરોને એક દિવસમાં હાજર થવા કલેક્ટરે નોટિસ આપી છે. જો ડોક્ટરો હાજર નહિ થાય તો એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેવી સુચના આપવામાં આવી છે. આ આદેશને દમનકારી પગલુ ગણાવી ડોક્ટરોએ કમિશ્નરને મેઇલ દ્વારા રાજીનામા મોકલી આપ્યા હતા

રાજ્ય સરકારે કોરોનાનો ગામડાઓમાંથી સફાયો કરવાનો નિર્ણય કર્યો છે. આ દિશામાં વિસનગર એપીએમસી પણ આગળ આવી છે. વિસનગર એપીએમસીએ તાલુકાના 70 ગામોમાં ડોક્ટરની ટીમ મોકલી છે. જેમાં 5 M.D. ડોક્ટરની સલાહ લેવામાં આવી છે. જે કોરોનાના પ્રાથમિક લક્ષણો દેખાય તેવા લોકોને વિના મૂલ્યે દવાની કીટ આપે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post આંશિક રાહત: ગુજરાતમાં કોરોનાનો આંક ઘટ્યો, છેલ્લા 24 કલાકમાં 9 હજારથી વધુ કેસ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next