Advertisement

કોંગ્રેસને ઝટકોઃ મણિપુરના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદાસ કોંથૌજમ ભાજપમાં જોડાયા

04:42 PM Aug 01, 2021 | pratik shah |
Advertisement

GSTV

મણિપુર પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ગોવિંદાસ કોંથૌજમ રવિવારે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. તેમણે મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહની ઉપસ્થિતિમાં પાર્ટીની સદસ્યતા લીધી હતી. આ પ્રસંગે કોંથૌજમે કહ્યું કે, આગામી વર્ષે મણિપુરમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને હું તે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે સમર્પિતરૂપે કામ કરીશ. 

ગોવિંદદાસ કોંથૌજમે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની મુલાકાત પણ લીધી

પાર્ટીની સદસ્યતા લીધા બાદ ગોવિંદદાસ કોંથૌજમે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની મુલાકાત પણ લીધી હતી. ગોવિંદાસ કોંથૌજમે ગત મહિને મણિપુર ધારાસભ્ય ઉપરાંત એમપીસીસીની પ્રાથમિક સદસ્યતામાંથી પણ રાજીનામુ આપી દીધું હતું. ત્યાર બાદ કોંગ્રેસ પાર્ટીને ભારે મોટો ઝાટકો લાગ્યો હતો.

READ ALSO

The post કોંગ્રેસને ઝટકોઃ મણિપુરના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદાસ કોંથૌજમ ભાજપમાં જોડાયા appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next