Advertisement

પડકાર/ 5 રાજ્યોમાં જ હવે કોંગ્રેસ સત્તા પર, ગઢ મનાતા દક્ષિણ ભારતમાં કોંગ્રેસનો સફાયો

04:28 PM Feb 22, 2021 | Karan |
Advertisement

GSTV

પુડુચેરીમાંથી કોંગ્રેસની સરકાર પડી ભાંગી છે. સોમવારે ફ્લોર ટેસ્ટમાં મુખ્યમંત્રી વી. નારાયણસામી હારી ગયા. તેમણે ઉપરાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજન સાથે મુલાકાત કરી પોતાનું રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના ધારાસભ્ય કે. લક્ષ્મીનારાયણન અને દ્રમુકના ધારાસભ્ય વેંકટેશને રવિવારે રાજીનામું આપ્યા બાદ 33 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસ-દ્રમુક ગઠબંધનના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 11 થઈ ચુકી હતી જ્યારે વિપક્ષી દળોના ધારાસભ્યોની સંખ્યા 14 છે.

કર્ણાટકમાં કોંગ્રેસની હાર

પુડુચેરીમાં સત્તા ગુમાવ્યા બાદ કોંગ્રેસનો દક્ષિણ ભારતમાંથી સફાયો થઈ ચુક્યો છે. બે વર્ષ પહેલા કર્ણાટકમાં કોંગ્રેસની હાર થઈ હતી અને હવે પાર્ટીની સત્તા પુડુચેરીમાંથી પણ ચાલી ગઈ છે. ઉલ્લેખનિય છે કે, એક જમાનો હતો જ્યારે દક્ષિણ ભારત કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો.

5 રાજ્યોમાં કોંગ્રેસ સત્તા પર

વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના હાથે હાર બાદ કોંગ્રેસ સતત ખરાબ પ્રદર્શન કરી રહી છે. વચ્ચે કેટલાંક રાજ્યોમાં પાર્ટીએ ફરીથી કમબેક કર્યું ખરું પરંતુ જો સમગ્ર દેશની સ્થિતિને જોવામાં આવે તો કોંગ્રેસ હવે માત્ર 5 રાજ્યોમાં સત્તા પર છે. આ રાજ્યોમાં પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કોંગ્રેસનું ગઠબંધન સામેલ છે.

મધ્યપ્રદેશમાં પણ સત્તા ગુમાવી

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ 15 વર્ષ બાદ સત્તા પર પરત આવી હતી. પરંતુ માત્ર 15 મહિના બાદ જ સરકાર પડી ભાંગી. જ્યોતિપાદિત્ય સિંધિયાના ભાજપમાં જોડાતા જ 25 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને મધ્યપ્રદેશમાં ફરી એકવાર શિવરાજ સિંહ મુખ્યમંત્રી બન્યા. એ સિવાય કર્ણાટરમાં પણ વર્ષ 2019માં કોંગ્રેસ જેડીએસ ગઠબંધનના 17 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું અને ત્યાં પણ સરકાર પડી ભાંગી હતી.

5 રાજ્યો કોંગ્રેસ માટે પડકાર

Advertisement

આ વર્ષે એપ્રીલ-મે મહિનામાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, અસમ અને પુરુચેરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ માટે જીત મેળવવી ખુબ પડકારજનક હશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

The post પડકાર/ 5 રાજ્યોમાં જ હવે કોંગ્રેસ સત્તા પર, ગઢ મનાતા દક્ષિણ ભારતમાં કોંગ્રેસનો સફાયો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next