Advertisement

કોંગ્રેસમાં ‘નવજીવન’/ દિવાળી પહેલા મળી જશે પક્ષ પ્રમુખ અને વિપક્ષના નેતા, દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત

08:17 AM Oct 23, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

ગુજરાત કોંગ્રેસ ને જીવંત બનાવવા હાઇકમાન્ડે દિલ્હીમાં કવાયત હાથ ધરી છે. રાહુલ ગાંધી ના નિવાસ સ્થાને આજે મળેલી બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો સાથે પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતાના નામ અંગે ચર્ચા કરાઇ હતી .

જો કે ચર્ચાના અંતે પ્રદેશના નેતાઓ એ હાઈ કમાન્ડ પર આખરી નિર્ણય છોડયો હતો. દિવાળી પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતા ઉપરાંત દંડક અને ઉપનેતા નામની પણ ઘોષણા થશે.

હાઈ કમાન્ડ પ્રદેશ કોંગ્રેસ નું સુકાન યુવા નેતાના હાથમાં સોંપવા માગે છે. પણ કોંગ્રેસના સિનિયર નેતાઓનું કહેવું છે કે, યુવા નેતાઓ સંગઠન ને જાળવવામાં ઉણા ઉતરી શકે છે.

એટલું જ નહીં, હાર્દિક પટેલે પ્રદેશ પ્રમુખ બનવા ધરાર ઇનકાર કર્યો છે. આ ઉપરાંત શક્તિસિંહ ગોહિલે પણ પ્રદેશ પ્રમુખ ની  રેસમાંથી પીછેહઠ કરી છે. આ બધા વચ્ચે પ્રમુખપદ માટે જગદીશ ઠાકોરનું નામ ઊભર્યું છે. શક્તિસિંહ ગોહિલ પણ હાઈ કમાન્ડમાં પસંદગીનો કળશ ઢોળે તેવી શક્યતા વધુ છે.

Advertisement

આમ ફરી એકવાર સિનિયર નેતા ને જ આગળ કરાય તેવુ ચિત્ર ઉપસ્યું છે આમ છતાં પણ જાતિગત સમીકરણો આધારે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષનાં નેતા નક્કી કરવા દિલ્હીમાં ગડમથલ ચાલી રહી છે. જો પાટીદાર પ્રમુખ બનશે તો ઓબીસી ધારાસભ્યને વિપક્ષી નેતા તરીકે તક મળી શકે છે. વિપક્ષ નેતા તરીકે વિરજી ઠુમ્મર-પૂંજાભાઇ વંશનાં નામ ચર્ચામાં છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો સાથેની બેઠકમાં રાહુલ ગાંધીએ સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે ,જો 2022 ની વિધાનસભાની ચૂંટણી જીતવી હશે તો પક્ષ માટે નિા સાથે કામ કરવું પડશે.

અને અત્યારથી જ ચૂંટણી જીતવા માટે તૈયારીમાં લાગી પડો. કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા સંનિ કાર્યકર્તાઓ અને નેતાઓ જ રાજકારણમાં રહે.બાકી જે ને જવું હોય તે જઈ શકે છે.રાહુલ ગાંધી એવું પણ કહ્યું કે, ગુજરાત કોંગ્રેસનો કાર્યકર્તા આજે ય મજબૂત છે.

READ ALSO

The post કોંગ્રેસમાં ‘નવજીવન’/ દિવાળી પહેલા મળી જશે પક્ષ પ્રમુખ અને વિપક્ષના નેતા, દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next