Advertisement

રાજકારણ ગરમાયું / કોંગ્રેસ નેતાનું મોટું નિવેદન : રાજ્યના CM બદલાઈ શકે છે, જાણો કોને સોંપાઇ શકે મુખ્યમંત્રીનું પદ

01:07 PM Aug 01, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

આજે રાજ્યમાં ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી તરીકે ભીખુ દલસાણિયાની જગ્યાએ રત્નાકરની નિમણૂંક કરવામાં આવી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા દ્વારા આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ મોટું નિવેદન આપ્યું છે. અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘CMને વિદાય કરવાના ભાગરૂપે આ ઉજવણી થઇ રહી છે. રાજ્યના CM બદલાઈ શકે છે. ભીખુ દલસાણિયાને CM બનાવાઈ શકે છે.’

વધુમાં તેઓએ જણાવ્યું કે, ‘ભીખુભાઈની સેવાઓની પાર્ટી કદર કરશે અને તેમને મોટી જવાબદારી સોંપી શકે છે. તો પહેલાં ભાઉને પ્રદેશ પ્રમુખ બનાવ્યાં હવે બિહારથી રત્નાકરને લાવ્યાં છે.’ ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ સંગઠન મહામંત્રી તરીકે નિયુક્તિ કરી છે. સંગઠન મંત્રી તરીકે રત્નાકરની નિમણૂંક કરવામાં આવી છે.

રત્નાકર ઉત્તરપ્રદેશના દેવરિયાના વતની છે

મહત્વનું છે કે, અત્યાર સુધી આ પદ પર ભીખુ દલસાણિયા હતાં. તમને જણાવી દઇએ કે, ઘણાં સમય પછી આ પદ પર કોઇ નવા ચહેરાની નિમણૂંક કરવામાં આવી છે. તેઓ ઉત્તરપ્રદેશના દેવરિયાના વતની છે અને ઉત્તરપ્રદેશ તથા બિહારમાં ખૂબ મોટી સફળ કારકિર્દી ધરાવે છે.

ભીખુભાઇ દલસાણીયાને કોઈ અન્ય જવાબદારી સોંપવામાં આવી શકે

જો કે અહીં મહત્વની બાબત એ પણ છે કે, ભીખુભાઇ દલસાણીયાને કોઈ અન્ય જવાબદારી સોંપવામાં આવી શકે છે. મહત્વનું છે કે, ભાજપની હાઈ કમિટી દ્વારા આ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, રત્નાકરજી આ પહેલાં પણ અનેક જવાબદારી નિભાવી ચૂક્યાં છે. આગામી 2022 ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Advertisement

The post રાજકારણ ગરમાયું / કોંગ્રેસ નેતાનું મોટું નિવેદન : રાજ્યના CM બદલાઈ શકે છે, જાણો કોને સોંપાઇ શકે મુખ્યમંત્રીનું પદ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next