Advertisement

પંજશીર સંઘર્ષ / 600 તાલિબાનીઓના મોત તો 1000થી વધુ થયા ઘૂંટણિયે, અમેરિકાએ વ્યક્ત કરી અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધની આશંકા

12:07 PM Sep 05, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

તાલિબાને સમગ્ર અફઘાનિસ્તાન પર કબ્જો જમાવી લીધો છે પરંતુ એક માત્ર પંજશીર તેના માટે માથાનો દુઃખાવો બની ગયું છે. અહીં કબ્જો જમાવવા માટે હજુ પણ સંઘર્ષ ચાલી રહ્યો છે. વારંવાર તાલિબાન દાવો કરી રહ્યું છે કે તેના ફાઈટર્સે પંજશીરને પોતાના કબ્જામાં લઇ લીધું છે. પરંતુ અફઘાનિસ્તાન પ્રીતિરોધી મોરચા તરફથી તાલિબાનના આ દાવાને ફગાવી દેવામાં આવ્યો છે.

ત્યારે, હવે એકવાર ફરી સમાચાર આવ્યા છે કે તાલિબાન અને અફઘાન પ્રતિરોધી મોરચા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં 600થી વધુ તાલિબાની ફાઇટર્સને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ પ્રતિરોધી મોરચાના પ્રવક્તા ફહીમ દસ્તીએ ટ્વીટ કરીને કહ્યું છે કે તેમણે 600થી વધુ તાલિબાનીઓને ઠાર માર્યા છે. એક હજારથી વધુએ આત્મસમર્પણ પણ કરી દીધું છે. આ સંઘર્ષ શનિવારે થયો હોવાનું જણાવાઈ રહ્યું છે.

તાલિબાનનો દાવો

એક તરફ અફઘાન પ્રતિરોધી મોરચાએ 600 તાલિબાનીઓને ઠાર માર્યાનો દાવો કર્યો છે તો બીજી તરફ તાલિબાને કહ્યું છે કે તેને પંજશીર પ્રાંતના 7 માંથી 4 જિલ્લાઓએ પર કબ્જો જમાવી દીધો છે. એક ખાનગી ચેનલના જણાવ્યા પ્રમાણે તાલિબાનના એક નેતાનું કહેવું છે કે અમારો સંઘર્ષ ચાલી રહ્યો છે અને ફાઇટર્સ ગવર્નર હાઉસ તરફ આગળ વધી રહ્યા છે પરંતુ રસ્તામાં બારુદી સુરંગોને કારણે લડાઈ ધીમી પડી ગઈ છે. તો, તાલિબાનના પ્રવક્તા બિલાલ કરીમીનું કહેવું છે, ‘અમે ખીંચ અને ઉનાબહા જિલ્લા પર કબજો કરી લીધો છે. ત્યારબાદ પંજશીરના સાત માંથી 4 જિલ્લાઓ પર અમારી કબ્જો થઇ ગયો છે. તેમણે આગળ જણાવ્યું છે કે અમારા ફાઇટર્સ હવે પંજસીર તરફ આગળ વધી રહ્યા છે.

અમે લડતા રહીશું: અહમદ મસૂદ

તાલિબાનના દવાથી વિપરીત અફઘાન પ્રતિરોધી મોરચાના પ્રવક્તા ફહીન દશ્તીએ જણાવ્યું છે કે અમારા ફાઈટર્સે ખ્વાક પાસમાં હજારો તાલિબાનીઓને ઘેરી લીધા છે અને રેવાક વિસ્તારમાં કબ્જે કરવામાં આવેલ પકડાયેલા વાહનોને છોડી દેવામાં આવ્યા છે. બીજી બાજુ, પંજશીરના કમાન્ડર અહમદ મસૂદે ફેસબુક પર લખ્યું છે કે અમારી લડાઈ ચાલુ રહેશે અને અમે પંજશીરમાં મજબૂત થઈ રહ્યા છીએ. સાહેલ કહે છે કે અફઘાન પ્રતિરોધ મોરચા માટે આ મુશ્કેલ પરિસ્થિતિ છે, પરંતુ અમે હાર માનવાના નથી. તાલિબાન સામે યુદ્ધ ચાલુ રહેશે અને અમે જીતીશું.

અમેરિકાએ વ્યક્ત કરી આશંકા

Advertisement

દરમ્યાન અમેરિકાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ માર્ક મિલેએ અફઘાનિસ્તાનમાં ગૃહ યુદ્ધની આશંકા વ્યક્ત કરી છે. તેમને કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં જે રીતની સ્થિતિ છે તેનાથી ટૂંક સમયમાં ગૃહ યુદ્ધ શરૂ થઇ શકે છે. અમને નથી ખબર કે તાલિબાની સરકાર ચલાવવા માટે અને પોતાનું શાસન સ્થાપિત કરવામાં સક્ષણ છે કે નહિ/ તેમણે જણાવ્યું કે જો તાલિબાન પોતાનું શાસન સ્થાપિત નથી કરી શકે તો આવનાર સમયમાં અફઘાનિસ્તાનમાં ફરીથી અલકાયદા અને ISIS જેવા આતંકી સંગઠનો વિકસિત થયા લાગશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post પંજશીર સંઘર્ષ / 600 તાલિબાનીઓના મોત તો 1000થી વધુ થયા ઘૂંટણિયે, અમેરિકાએ વ્યક્ત કરી અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધની આશંકા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next