Advertisement

પ્રજા વાત્સલ્ય સેવક: નવા મુખ્યમંત્રીની સંવેદનશીલતા, CMનો કાફલો પસાર થાય ત્યારે ટ્રાફિકને વધુ સમય નહીં રોકવા સૂચના

07:55 AM Sep 18, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદના દર્શાવી એવો નિર્ણય કર્યો છે કે તેમની ગાડીઓનો કાફલો જ્યારે રાજ્યના કોઇપણ માર્ગ પરથી પસાર થાય ત્યારે ટ્રાફિકને લાંબા સમય સુધી રોકવાનો નથી. તેમણે સલામતી રક્ષકોને આવી સૂચના આપી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

કોઇપણ મહાનુભાવ શહેર કે ગ્રામ્ય વિસ્તારના માર્ગ અથવા તો કોઇપણ હાઇવે પરથી પસાર થાય છે ત્યારે 15 થી 20 મિનિટ સુધી ટ્રાફિકને અટકાવી રાખવામાં આવતો હોય છે. ઘણીવાર તો કલાકો સુધી ટ્રાફિક જામ રહેવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.

ભૂપેન્દ્ર પટેલે એવું જણાવ્યું છે કે મારો કાફલો જ્યાંથી પસાર થાય ત્યાં ટ્રાફિકને વધારે સમય સુધી રોકવામાં ન આવે, કારણ કે લોકોને તેનાથી મુશ્કેલી થતી હોય છે. તેમણે તેમના સલામતી રક્ષકો તેમજ પ્રોટોકોલ વિભાગને આવી સૂચના આપી છે. આ અગાઉ વિજય રૂપાણીએ પણ તેમના સલામતી રક્ષકોને આવી સૂચના આપી હતી પરંતુ થોડાં સમય પછી સુરક્ષાના કારણોથી તેને ધ્યાને લેવામાં આવતી ન હતી.

મુખ્યમંત્રીનો કાફલો જ્યાંથી પસાર થતો હોય છે ત્યાં પાંચ મિનિટ પહેલાં ટ્રાફિક રોકી રાખવામાં આવે છે. એટલું જ નહીં તેઓ પસાર થયા પછી પણ પાંચ મિનિટ સુધી ટ્રાફિક ખૂલતો નથી. શહેરના ભરચક માર્ગો અથવા તો વાહનોથી ધમધમતા હાઇવે પર કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર જોવા મળતી હોય છે.

Advertisement

મહાનુભાવ પસાર થયા પછી ટ્રાફિકની જે મુશ્કેલી ઉભી થાય છે તેને કન્ટ્રોલ કરવામાં ટ્રાફિક કર્મચારીઓ પણ ઘણીવાર ઓછા પડતા હોય છે. રાજ્યના 17મા મુખ્યમંત્રીએ તેમના કમાન્ડોને સૂચના આપીને આવી સંવેદના દર્શાવી છે. તેઓ દાદા ભગવાન અને ત્રિમંદિરના ભક્ત છે.

લોકોના પ્રશ્નો સાંભળવાની અને તેનો નિકાલ કરવાની તેમની આદત છે. મુલાકાતીઓ સાથે નિખાલસતાથી તેઓ વાતો કરતા હોય છે પરંતુ સુરક્ષાના કારણોસર તેમના કમાન્ડો અને પોલીસ તેમની ઘેરી લેતી હોય છે અને સુરક્ષાના કવચમાં તેઓ ફીટ થઇ જાય છે.

READ ALSO

The post પ્રજા વાત્સલ્ય સેવક: નવા મુખ્યમંત્રીની સંવેદનશીલતા, CMનો કાફલો પસાર થાય ત્યારે ટ્રાફિકને વધુ સમય નહીં રોકવા સૂચના appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next