Advertisement

વડોદરામાં ચાલુ ભાષણે ચક્કર આવતા ઢળી પડયા સીએમ રૂપાણી, હાલ તબિયત એકદમ સ્વસ્થ

11:45 PM Feb 14, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

હાલ સીએમ વિજય રૂપાણી વડોદરાની મુલાકાતે છે. ત્યારે, નિઝામપુરામાં મંચ પરથી ભાષણ કરતા સમયે સીએમ વિજય રૂપાણીની તબિયત અચાનક લથડી હતી અને તેમને ચક્કર આવતા તેઓ ઢળી પડયા હતા. સુરક્ષા જવાનોએ તેમને સંભાળી લીધા હતા અને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા.

વડોદરાની નિઝામપુરામાં ભાજપની સભામાં સીએમ રૂપાણીને ચક્કર આવ્યા બાદ તેઓ ઢળી પડયા હતા જે બાદ તુરંત તેમને ગ્લુકોઝ આપીને તેમને પ્રાથમિક સારવાર અપાઇ હતી. જે પછી તેઓ સ્વસ્થ થતા જાતે જ તેઓ ચાલીને ગાડીમાં રવાના થયા હતા..જે પછી વડોદરા એરપોર્ટ પરથી હેલિકોપ્ટર મારફતે તેઓને અમદાવાદ તુરંત લાવવા માટેની કામગીરી કરી હતી…અમદાવાદ પહોંચતાની સાથે જ તેઓની યુએન મહેતા હોસ્પિટલ ખાતે સારવાર કરાશે..

  • ચાલુ ભાષણમાં સીએમની તબિયત લથડી
  • મંચ પર આવ્યા ચક્કર
  • વડોદરામાં સીએમ ભાષણ સમયે ઢળી પડ્યા
  • સુરક્ષાગાર્ડે સીએમને ટેકો આપી સંભાળ્યા
  • સીએમ રૂપાણીને ગ્લુકોઝનું પાણી પણ આપવામાં આવ્યું
  • સતત વ્યસ્ત કાર્યક્રમના લીધે ચક્કર આવ્યા

તો પ્રદેશ મીડિયા કન્વીનર ડૉ યજ્ઞેશ દવે દ્વારા સીએમ રૂપાણીના સ્વાસ્થ્ય અને સારવારને લઈને સ્પષ્ટતા કરી છે. ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈ અફવા પર ધ્યાન ન આપશો. મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબીયત હવે સારી છે. તેમનું બીપી ઘટી ગયું હતું. ડોક્ટરે સારવાર આપતા સ્વસ્થ થયા છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમના કારણે થયું તેમનું બીપી લૉ થઇ ગયું હતું. મહત્વપૂર્ણ છે કે એક પછી એક ચૂંટણી સભા સંબોધી રહ્યા છે સીએમ રૂપાણી જેને કારણે થાક અને તણાવના કારણે બીપી લૉ થયાની શક્યતા છે.

ભાજપ પ્રદેશ પ્રમુખે ટ્વીટ કરી આપી સીએમ રૂપાણીના સ્વસ્થ હોવાની માહિતી

શિવરાજસિંહ ચૌહાણે કર્યું ટ્વીટ

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પણ ટ્વીટ કરીને કહ્યું છે કે તેમને સીએમ વિજય રૂપાણીના અસ્વસ્થ હોવાની માહિતી મળી, સાથે જ એ પણ જાણવા મળ્યું કે તેઓ ડોક્ટર્સની દેખરેખ હેઠળ છે. સાથે જ તેમણે સીએમ રૂપાણીને જલ્દી સારા થવાની શુભેચ્છા પણ પાઠવી છે.

Advertisement

વડોદરામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લવ જેહાદના કાયદા અંગે એક નિવેદન આપ્યું છે.  તેમણે જણાવ્યુ હતુ કે, વિધાનસભાના આગામી સત્રમાં લવ જેહાદનો કાયદો લાવીશું.  દેશમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પણ આ કાયદાની ચર્ચાઓ ઉઠી છે. સીએમ રૂપાણી વડોદરામાં ચૂંટણીની સભા સંબોધવા માટે આવ્યા હતા. જ્યા તેમણે લવ જેહાદ મુદ્દે નિવેદન આપ્યું હતુ. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતને ઉત્તમ અને સર્વોત્તમ બનાવીશું. જેના માટે ભૂમાફિયાઓ સામે પણ સરકાર કાયદો લાવશે. સાથે લવ જેહાદના કાયદા અંગે પણ એલાન કર્યું છે. તો સાથે કોંગ્રેસને નેતૃત્વ વિનાની ડૂબતી નાવ ગણાવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post વડોદરામાં ચાલુ ભાષણે ચક્કર આવતા ઢળી પડયા સીએમ રૂપાણી, હાલ તબિયત એકદમ સ્વસ્થ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next