Advertisement

રાજકારણમાં ગરમાવો / હવે અમિત ચાવડાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, CM રૂપાણીના આકરા પ્રહાર

01:36 PM Aug 01, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

રાજ્યમાં 7 જુલાઇના રોજ રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યાં છે ત્યારે રૂપાણી સરકારની પાંચ વર્ષની ઉજવણી પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના ગંભીર નિવેદન પર સીએમ વિજય રૂપાણીએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેઓએ જણાવ્યું કે, ‘ખુદ અમિત ચાવડાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે તેઓ નફ્ફટ થઈને નિવેદન કરી રહ્યાં છે.’

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન

અત્રે ઉલ્લેખનીય છે કે, આજ રોજ રાજ્યમાં ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી તરીકે ભીખુ દલસાણિયાની જગ્યાએ રત્નાકરની નિમણૂંક કરવામાં આવી. જેના અનુસંધાને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, ‘સીએમને વિદાય કરવાના ભાગરૂપે આ ઉજવણી થઇ રહી છે. રાજ્યના CM બદલાઈ શકે છે. ભીખુ દલસાણિયાને CM બનાવાઈ શકે છે.’

જેની વળતી પ્રતિક્રિયા રૂપે CM રૂપાણીએ આકરો જવાબ આપતા જણાવ્યું કે, ‘ખુદ અમિત ચાવડાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે.’ ઉલ્લેખનીય છે કે રાજ્યમાં રૂપાણી સરકારને 7 જુલાઇના રોજ પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે જેના અનુસંધાને 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post રાજકારણમાં ગરમાવો / હવે અમિત ચાવડાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, CM રૂપાણીના આકરા પ્રહાર appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next