Advertisement

સચિવાલયમાં કોરોનાનો કહેર: મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયને પણ કોરોના આભડી આવ્યો, મચાવ્યો છે રાજ્યમાં હાહાકાર

04:17 PM Apr 07, 2021 | Pritesh Mehta
Advertisement

GSTV

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. હવે સીએમ અને નાયબ સીએમની ઓફિસ સુધી કોરોના પહોંચી ચૂકયો છે. ગુજરાતમાં મોતનો આંક સતત ઊંચકાઈ રહ્યો છે. સરકાર ભલે મોતના આંકડાઓમાં ગોલમાલ કરતી પણ સરેરાશ મોતના આંક સતત વધી રહ્યાં છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં બેસતા નાયબ માહિતી નિયામક ઉદયભાઈ વૈષ્ણવ તથા મુખ્યમંત્રી સલામતીના ડીવાયએસપી અને ડ્રાઇવર આજે કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો વીઆઈપીની સુરક્ષામાં તહેનાત 17 જવાનો પણ કોરોના સંક્રમિત આવ્યા છે. જ્યારે આરોગ્યમંત્રીના કાર્યાલયમાં પણ કોરોનાનો પગપેસારો થયો છે. જ્યાં ત્રણ લોકો સંક્રમિત થયાં છે. નિતિન પટેલના કાર્યાલયમાં ત્રણ કેસ નોંધાયા છે. બે કમાંડો અને એક પ્યુન કોરોના સંક્રમિત થયા છે. અન્ય કર્મચારીઓના પણ ટેસ્ટ કરાઈ રહ્યા છે. ગૃહમંત્રી અને મહેસૂલ મંત્રીનો સ્ટાફ પણ કોરોનામાં સપડાયો છે. મંત્રી પછી કાર્યાલયના કર્મચારીઓને કોરોના થયો છે. મહેસૂલ મંત્રીના પીએસ ઉપરાંત છ કર્મચારી કોરોના પોઝિટીવ આવ્યા છે.

ગૃહરાજ્યમંત્રી કોરોનાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં

હાલમાં જ ગુજરાત વિધાનસભાનું સત્ર પૂર્ણ થયું છે ત્યારે 9 ધારાસભ્યોને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. કોરોના પોઝિટિવ આવતાં ગૃહરાજ્યમંત્રી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ગઈકાલે તેમના સેક્રેટરી મનોજ પટેલ પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ પહેલાં બે કમાન્ડો પણ કોરોનાગ્રસ્ત થયા હતા. આમ, એક જ કાર્યાલયમાં મંત્રી સહિત કુલ સાત લોકો કોરોનાગ્રસ્ત મળી આવ્યા હતા.

છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ( Coronavirus) 3280 કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 17 હજારને પાર પહોંચી ગયા છે. એક્ટિવ કેસની સંખ્યા 17348 થઈ છે. 171 લોકો વેન્ટિલેટર પર અને 17177 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.24  ટકા છે.

Advertisement

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સાંજની ઓપીડી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી છે. સીવીલ હોસ્પિટલમાં કૈ કૈલાસનાથની અધ્યક્ષતામાં કોર કમિટી બેઠક મળી હતી. આ બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા હતા. જેમાં સાંજની ઓપીડી બંધ કરી તમામ સ્ટાફને કોવિડમાં મદદમા લેવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત કેટલાંક કેસોમાં હોમ આઇસોલેશનમાં દર્દીને જરૂર પડે છે તો ઘરે જ રેમડેસીવીર આપવાનુ સૂચન પણ બેઠકમાં રજૂ થયુ હતુ. જો આ સૂચન અમલમાં મૂકાય તો ગંભીર દર્દીઓ હોસ્પિટલમાં આવે તેનો આંક ઘટી શકે છે.

ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં ગંભીર દર્દીઓ આવે છે તેથી મૃત્યુ દર ઉંચો હોવાનુ પણ બેઠક બાદ સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ જે. વી. મોદીએ જણાવ્યુ હતુ. તેમણે અમદાવાદના સિવિલ કેમ્પસમાં કોરોનાના દર્દી માટે બેડ ખૂટી પડે તેવી પરિસ્થિતિ હોવાની પણ શક્યતા વ્યકત કરી છે. બુધવાર બપોર સુધીમાં હોસ્પિટલ્સમાં 1 હજાર 185 બેડ ભરાયેલા હતા. મેડિસિટી અંતર્ગત કુલ 1400 બેડની વ્યવસ્થા હાલ છે. આવામાં બુધવાર બપોર સુધીમાં જ માત્ર  215 બેડ જ ખાલી હોવાની માહિતી આપી હતી. આ સ્થિતીમાં હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને તેમના ઘરે જ ઇન્જેક્શન અપાય તેવી વ્યવસ્થા અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઇ હતી. આ ઉપરાંત સિવિલ અને મંજુશ્રી હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજનના પુરતો પુરવઠો હોવાની પણ માહિતી તેમણે આપી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post સચિવાલયમાં કોરોનાનો કહેર: મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયને પણ કોરોના આભડી આવ્યો, મચાવ્યો છે રાજ્યમાં હાહાકાર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next