Advertisement

દિલ્હીમાં ગુજરાતના નવા નાથની ભવ્ય આગતા-સ્વાગતા, પીએમ-રાષ્ટ્રપતિ-ગૃહમંત્રીએ પણ કર્યું સ્વાગત

11:06 PM Sep 20, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીની મુલાકાત લીધી. જ્યાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તેમજ ગૃહપ્રધાન અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

સીએમ ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે શુભેચ્છા મુલાકાત કરી. જ્યાં રાષ્ટ્રપતિને ભૂપેન્દ્ર પટેલે દાદા ભગવાનનુ પુસ્તક આપ્યુ હતુ. જે બાદ તેઓ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને પણ મળ્યા. જે બાદ ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી.

આ દરમ્યાન સીએમ ભૂપેન્દ્ર પટેલે અમિત શાહને સીમંધર સ્વામીની મૂર્તિ ભેટ તરીકે આપી. સાંજે ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી. તેઓને પણ સીમંધર સ્વામીની મૂર્તિ આપી હતી. ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા અને સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ સાથે પણ મુલાકાત કરી. ત્યાર બાદ તેમણે ભાજપ મુખ્યાલયની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે પીએમ મોદીના જીવન પર તૈયાર કરાયેલું પ્રદર્શન નીહાળ્યું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post દિલ્હીમાં ગુજરાતના નવા નાથની ભવ્ય આગતા-સ્વાગતા, પીએમ-રાષ્ટ્રપતિ-ગૃહમંત્રીએ પણ કર્યું સ્વાગત appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next