Advertisement

મોટા સમાચાર / ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી જાહેરાત, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અને એસટી પાસ આજીવન માન્ય: હવે ચેકઅપ માટે ધક્કા ખાવા નહીં પડે

05:41 PM Sep 21, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ દ્વારા સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ- કન્યા છાત્રાલય નારણપુરા ખાતે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે દિવ્યાંગોને મોટી રાહત આપી છે. હવેથી દિવ્યાંગોને વિકલાંગતા પ્રમાણપત્ર મેળવવા માટે વારંવાર ચેકઅપ માટે જવું નહીં પડે, જ્યારે એસ.ટી બસના મુસાફરી માટે મળતો પાસ પણ હવેથી આજીવન ધોરણે માન્ય રાખવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યુ હતું કે પહેલા દિવ્યાંગોને વિકલાંગતા પ્રમાણપત્ર માટે વારંવાર મેડિકલ ચેકઅપ માટે જવું પડતું હતું અને હાડમારી વેઠવી પડતી હતી પણ હવે સંપૂર્ણ સંવેદનાથી દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આજીવન એટલે કે લાઇફ ટાઇમ માટે માન્ય કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. તેની સાથે જ તેમણે જણાવ્યું કે દિવ્યાંગ વ્યક્તિઓને એસ.ટી બસમા મુસાફરી માટે મળતો પાસ પણ હવેથી આજીવન ધોરણે જીવનભર માટે માન્ય રાખવામાં આવશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે માનવીય સંવેદના પ્રત્યે અભિગમ દાખવીને દિવ્યાંગોના જીવનમાં બદલાવ કઈ રીતે લાવી શકાય તે દેશ અને દુનિયાને બતાવ્યું છે. વિકલાંગતા ધરાવતા વિશિષ્ટ વ્યક્તિઓને દિવ્યાંગની આગવી ઓળખ આપીને સુગમ્ય ભારત અભિયાન હેઠળ સાંકળી લેવામાં અવ્યા છે. દિવ્યાંગો જાહેર સંસ્થાઓ, ટ્રેન, બસ, હવાઇ સેવાઓ, લિફ્ટ અને ઇમારતો જેવી જાહેર જગ્યાઓ પર સરળતાથી અને સ્વયં પહોંચી શકે તથા સફર કરી શકે એવી જાગૃતિ સામાજિક વ્યક્તિઓને જોડીને જગાવવામાં આવી છે. દિવ્યાંગ ભાઇ-બહેનો પણ હવે ગૌરવથી નવજીવન જીવવા માટે સક્ષમ બન્યા છે અને ‘’મેરા દેશ બદલ રહા હૈ’’ ની અનુભૂતિ કરી રહ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમા જણાવ્યુ હતું કે તાજેતરમાં જ ટોક્યો પેરાલિમ્પીકમાં સિલ્વર મેડલ જીતનારી ગુજરાતની દીકરી અને ઘાટલોડિયા રહેતી ભાવિના પટેલ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ભાવિના પટેલે દિવ્યાંગ હોવા છ્તાંય રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ જીત્યા છે. એટલે હવે દિવ્યાંગ હોવું એ અભિશાપ નથી.

Advertisement

આ શિબિરમાં ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ જયપુર (રાજસ્થાન) કોટા શાખા દ્વારા આયોજિત સૌરાષ્ટ્ર પટેલ સમાજના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગોને વિનામૂલ્યે સાધન સહાય આપવામાં આવી. દિવ્યાંગો માટે આયોજિત ત્રિદિવસીય શિબિરમાં જરૂરિયાતવાળા વિકલાંગોને મફત કૃત્રિમ પગ (જયપુર ફૂટ) તથા પોલિયો કેલીપર્સ તથા બગલઘોડી વિનામૂલ્યે આપવામાં આવશે.

Read Also

The post મોટા સમાચાર / ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી જાહેરાત, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અને એસટી પાસ આજીવન માન્ય: હવે ચેકઅપ માટે ધક્કા ખાવા નહીં પડે appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next