Advertisement

ચોંકાવનારો ખુલસો: શું CIAના એજન્ટ ભારતમાં બન્યા હવાના સિન્ડ્રોમનો શિકાર?, હાલ સારવાર હેઠળ!

05:19 PM Sep 21, 2021 | pratik shah |
Advertisement

GSTV

અમેરિકાની જાસૂસી સંસ્થા CIAને પરેશાન કરી રહેલી હવાના સિન્ડ્રોમ નામની બીમારીએ ભારતમાં પણ પગપેસારો કર્યો છે. હવાન સિન્ડ્રોમ સીઆઈએનો દુનિયામાં તમામ જગ્યાએ પીછો કરી રહ્યુ છે. સીઆઈએના ચીફ વિલિયમ બર્ન્સ તાજેતરમાં ભારત આવ્યા હતા. તેઓ તાલિબાનના શાસન અંગે ભારત સાથે ચર્ચા કરવા માંગતા હતા પણ અહીંયા તેમને બીજા જ સંકટનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તેમની સાથે આવેલા પ્રતિનિધિ મંડળમાં સામેલ સીઆઈએના અન્ય એક અધિકારી હવાના સિન્ડ્રોમનો શિકાર બન્યા હતા અને તેમની અમેરિકામાં સારવાર કરવી પડી હતી.

અમેરિકન મીડિયા અને અખબારના રિપોર્ટ પ્રમાણે આ અધિકારીને સતત હવાના સિન્ડ્રોમના લક્ષ્ણો જોવા મળ્યા

અમેરિકન મીડિયા અને અખબારના રિપોર્ટ પ્રમાણે આ અધિકારીને સતત હવાના સિન્ડ્રોમના લક્ષ્ણો જોવા મળી રહ્યા હતા અને આ વાતની ખબર પડ્યા બાદ સીઆઈએના ચીફ વિલિયમ બર્ન્સ ગુસ્સે થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના 200 જેટલા અધિકારીઓ હવાના સિન્ડ્રોમનો શિકાર બની ચુકયા છે. આ બીમારીમાં પીડિતને ઉલટી, ચક્કર, માથાનો દુખાવો, યાદશક્તિ જતી રહેવી જેવા લક્ષણો જોવા મળે છે.

2016માં ક્યૂબાની રાજધાની હવાનામાં જાણકારી મળી

આ બીમારી અંગે સૌથી પહેલા 2016માં ક્યૂબાની રાજધાની હવાનામાં જાણકારી મળી હતી અને તેમાં ક્યૂબા સ્થિત અમેરિકન એમ્બેસીના ઘણા અધિકારીઓ તેનો શિકાર બન્યા હતા. જેના કારણે આ બીમારીને હવાના સિન્ડ્રોમ કહેવામાં આવે છે. માત્ર અમેરિકા જ નહીં કેનેડાના ડિપ્લોમેટ્સ અને જાસૂસી અધિકારીઓ પણ તેનાથી પરેશાન છે.

અમેરિકાના 200 અધિકારીઓ ક્યુબા બાદ ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, કોલંબિયા, રશિયા જેવા દેશોમાં તેની ચપેટમાં આવી ચુકયા છે અને ભારતમાં પણ સીઆઈએના અધિકારી તેનો ભોગ બન્યા છે. 24 ઓગસ્ટે અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે વિયેતનામમાં આ પ્રકારની બીમારીએ દેખા દીધા બાદ ત્યાંની યાત્રા કેન્સલ કરી હતી.

Advertisement

અમેરિકાના સંશોધકોએ એવુ પણ તારણ કાઢ્યુ છે કે, અદ્રશ્ય માઈક્રોવેવ લેસર બીમથી અમેરિકાના અધિકારીઓ આ બીમારીનો શીકાર બન્યા છે. ક્યુબામાં જ્યારે અધિકારીઓ આ બીમારીનો શિકાર બન્યા ત્યારે અમેરિકાએ ત્યાં કામ કરતા પોતાના પચાસ ટકા અધિકારીઓને પાછા બોલાવી લીધા હતા. એવુ કહેવાય છે કે, અમેરિકાના અધિકારીઓ પર સંતાઈને માઈક્રોવેવ લેસર કિરણોનો મારો ચલાવાયો હતો.

રશિયા અને ચીનમાં પણ અમેરિકાએ આ પ્રકારની ઘટનાઓ બની હોવાની ફરિયાદો કરી હતી. જયારે અધિકારીઓ આ બીમારીનો શિકાર બન્યા ત્યારે તે સમયે રશિયાના કેટલાક એજન્ટો આ શહેરમાં જ હોવાનુ જાણવા મળ્યુ હતુ. આ એજન્ટો માઈક્રોવેવ આધારિત વેપન્સ પર કામ કરી ચુકયા હોવાનુ અમેરિકાનુ કહેવુ હતુ. જોકે તેના કોઈ નક્કકર પૂરાવા હાથ લાગ્યા નથી.

અમેરિકા હજી પણ હવાન સિન્ડ્રોમ પર સંશોધન કરી રહ્યુ છે. અમેરિકાના સંશોધકોનુ કહેવુ છે કે, આ પ્રકારની બીમારી પૂર્વ સોવિયેટ સંઘમાં જોવા મળી હતી. સંશોધકો માટે મુશ્કેલી એ છે કે, હવાના સિન્ડ્રોમનો ભોગ બનેલા કેટલાક લોકોમાં અલગ પ્રકારના લક્ષ્ણો પણ જોવા મળ્યા છે. અમેરિકાની એજન્સીઓ માની રહી છે કે, આ હુમલા પાછળ રશિયાનો હાથ હોઈ શકે છે. જોકે હજી સુધી કોઈ નક્કર જાણકારી અમેરિકાને મળી નથી.

READ ALSO

The post ચોંકાવનારો ખુલસો: શું CIAના એજન્ટ ભારતમાં બન્યા હવાના સિન્ડ્રોમનો શિકાર?, હાલ સારવાર હેઠળ! appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next