Advertisement

ચીનની એક મહિલાએ આપ્યો જોડિયા બાળકોને જન્મ, સત્ય જાણીને પતિના ચકલા ઉડી ગયા

08:49 PM Sep 20, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

ચીનમાં એક મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો. બાળકોના જન્મ બાદ પરિવારમાં ખુશીનો માહોલ હતો પરંતુ મહિલાના પતિએ બાળકોના ડીએનએ ટેસ્ટ કરાવવાનું વિચાર્યું. આ ડીએનએ ટેસ્ટના રિપોર્ટ્સ જયારે સામે આવ્યા ત્યારે ન માત્ર પરિવારનો આનંદ ડહોળાઈ ગયો પરંતુ ડોક્ટર્સને પણ ચોંકાવી દીધા.

બેવફા પત્નીની ખુલી ગઈ પોલ

જોડિયા બાળકોની ડિલિવરી પછી ડોક્ટર્સ તે સમયે ચોંકી ગયા જયારે તેમણે DNA ટેસ્ટની રિપોર્ટ જોઈ. ડીએનએ રિપોર્ટ પરથી ખ્યાલ આવ્યો કે આ બંને બાળકોના એક નહિ બે-બે પિતા છે. એટલે કે જન્મ લેનાર બંને બાળકોના પિતા જુદા જુદા હતા. ડીએનએ રિપોર્ટમાં દગાબાજ પત્નીની પોલ ખુલી ગઈ. મહિલાનો પતિ પત્નીની બેવફાઈ અંગે જાણીને હેરાન રહી ગયો.

પતિના ઉડી ગયા હોશ

વાસ્તવમાં, મામલો કેટલાંક મહિના જૂનો છે પરંતુ ચીન પોપ્યુલેશન પોલિસી પર ચર્ચાને લઈને ફરી એકવાર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ કેસમાં નવજાત બાળકોના બર્થ સર્ટિફિકેટ માટે બંને બાળકોનું ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યું. આ દરમ્યાન ખ્યાલ આવ્યો છે બંને બાળકોના ડીએનએ જુદા જુદા હતા. પિતા બનવાની ઉજવણી કરી રહેલ મહિલાના પતિને જયારે આ વાતનો ખ્યાલ આવ્યો ત્યારે તે ચોંકી ગયો. તેણે કહ્યું કે તેને ક્યારેય ખ્યાલ જ ન આવ્યો કે તેની પત્નીના પાર્ક પુરુષ સાથે પણ સંબંધ છે.

ઓછા સમયમાં 2 પુરુષો સાથે બનાવ્યા સંબંધો?

બાળકોના ડીએનએ ટેસ્ટ કરનાર ડૉ. ડેંગ યજુંએ જણાવ્યું કે આ પ્રકારના કેસ દુર્લભ હોય છે. ડોક્ટરના જણાવ્યા મુજબ આ પ્રકારના કેસ એક કરોડમાં એકાદવાર જ સામે આવે છે. તેમને કહ્યું કે જયારે એક મહિલાનું એક માહિનમાં બે વખત ઈવોલ્યુશન થાય છે અને ત્યારબાદ ટૂંકા ગાળામાં જ તે 2 અલગ અલગ વ્યક્તિ સાથે સંબંધ બનાવે છે તો આ પ્રકારની સ્થતિ ઉભી થાય છે. જેમાં તે બે જોડિયા  બાળકોને જન્મ આવે છે. પરંતુ તેમના પિતા જુદા જુદા હોઈ શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Advertisement

The post ચીનની એક મહિલાએ આપ્યો જોડિયા બાળકોને જન્મ, સત્ય જાણીને પતિના ચકલા ઉડી ગયા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next