Advertisement

સરહદની નજીક રાત્રીમાં ચીની સેનાએ કર્યો યુદ્ધાભ્યાસ, ઘાતક હથિયારો કર્યા તૈનાત: ભારતીય આર્મી સજ્જ

02:58 PM Sep 20, 2021 | pratik shah |
Advertisement

GSTV

ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી સરહદ મામલે વાટાઘાટો ચાલી રહી છે, ત્યારે આ વચ્ચે ડ્રેગને સરહદી ક્ષેત્રની આસપાસના વિસ્તારોમાં જે કાર્ય કર્યું તેનાથી આર્મી એલર્ટ થઈ ગઈ છે. લદ્દાખ થી લઈને અરૂણાચલ પ્રદેશ સુધી નજર લગાયેલા ચીને ભારતીય સીમા પર અત્યંત સખ્ત પરિસ્થિતિઓમાં રાત્રીના સમયે હુમલો કરવાની તૈયારીઓમાં વધુ ઝડપ લાવી દીધી છે. ચીની સેનાએ હિમાલયને લગતી સીમા પર યુદ્ધાભ્યાસ કર્યો છે. જેમાં ઘણા અત્યાધુનિક હથિયારોનો વપરાશ કરયો છે. કપટી ચીનના કહેવા મુજબ આ અભ્યાસ નવા હથિયારોથી પોતાના સૈનિકોને અવગત કરવાના ઈરાદાઓથી કરવામાં આવ્યો છે.

સરહદી વિસ્તારોમાં પડકારો વધ્યા

ચીની સૈન્ય (PLA) ઈચ્છે છે કે ભારતીય સરહદ પર ઉંચાઈવાળા વિસ્તારોમાં તૈનાત સૈનિકો ‘ઉચ્ચ ક્ષમતા’ દર્શાવે. ચીની સૈન્યના એક કંપની કમાન્ડર યાંગ યાંગે જણાવ્યું હતું કે, “અમે અમારા શિડ્યુલમાં મોટો બદલાવ કર્યો છે. અને સૈનિકોને ઉચાંઈવાળા વિસ્તારોમાં તાલીમ માટે ઉચ્ચ ક્ષમતા દર્શાવવા હાકલ કરી છે.” સરહદી વિસ્તારોમાં પડકારો વધતા આપણે વધુ મુશ્કેલ યુદ્ધના મેદાન માટે તૈયાર રહેવું પડશે.

5000 મીટરની ઉંચાઈ પર ચાલી રહ્યો છે અભ્યાસ

યાંગે જણાવ્યું કે તેમની ફોર્સ બર્ફથી ઢંકાયેલી ચોટીઓ પર લાઈટ વગર રાત્રીના સમયે પાર કરી રહી છે, અને રાત્રીના સમયે મશીનગનથી ગોળીઓ વરસાવીને અભ્યાસ કરી રહી છે, ચીની સેનાના પશ્ચિમી થિએટરકમાન્ડે હિમાલયી સીમા પર તૈનાત પોતાના સૈનિકો માટે રાત્રીના સમયે વધુ અભ્યાસ કરવાની યોજના બનાવી છે, સાથે સાથે નવી પીઢીને હથિયારોથી માહિતગાર કરીએ છીએ.

READ ALSO

Advertisement

The post સરહદની નજીક રાત્રીમાં ચીની સેનાએ કર્યો યુદ્ધાભ્યાસ, ઘાતક હથિયારો કર્યા તૈનાત: ભારતીય આર્મી સજ્જ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next