Advertisement

લદ્દાખની નામોશીનો જવાબ આપવા ચીની સેના રચી રહ્યું છે ષડયંત્ર, LAC નજીક કર્યો યુદ્ધાભ્યાસ

10:25 PM Sep 20, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

લદ્દાખમાં ભારતીય સેનાએ આપેલા જડબાતોડ જવાબ બાદ ચીની સેના સરહદ પર ષડ્યંત્ર રચી રહી છે. ચીની સેનાએ એલએસી પર યુદ્ધ અભ્યાસ કર્યો છે. ચીને આ યુદ્ધ અભ્યાસમાં ભારે અને આધુનિક હથિયારનો ઉપયોગ કર્યો છે.

વિસ્તારવાદી નીતિના કારણે દુનિયામાં બદનામ થયેલા ચીને હિમાલય પાસે આવેલી સરહદ પર સૈન્ય અભ્યાસ કર્યો છે. ચીને રાત્રીના સમયે કરેલા અભ્યાસમાં નવા અને આધુનિક હથિયારનો ઉપયોગ કર્યો. ચીનનું કહેવું છેકે, આ યુદ્ધ અભ્યાસનો હેતુ પોતાના સૈનિકોને નવા હથિયારનો પરિચય કરાવવાનો છે. ચીનની આર્મી ઈચ્છે છેકે, ભારતીય સીમા સાથે જોડાયેલા ઉંચાઈવાળા વિસ્તારમાં ચીનના સૈનિકો યુદ્ધઅભ્યાસ કરે. જેથી ચીની સૈનિકોની યુદ્ધ ક્ષમતામાં વધારો થઈ શકે. ચીનનું માનવુ છેકે, પીએલએ સામે પડકાર સતત વધી રહ્યા છે. જેથી ચીન સતત એલએસી પર યુદ્ધ અભ્યાસ કરી ભારતીય સેના સમક્ષ પડકાર ફેંકી રહ્યુ છે. ચીનની સેના રાત્રીના સમયે પહાડી વિસ્તારમાં મશીનગનથી ગોળીઓનો વરસાદ કરી રહી છે. ચીની સેનાએ આ યુદ્ધ અભ્યાસમાં વધારેમાં વધારે સૈનિકોને સામેલ થવાની સૂચના પણ આપી છે.

ચીની સેનાએ યુદ્ધઅભ્યાસ શિંજિયાગ મિલ્ટ્રી ડિસ્ટ્રીકમાં આશરે 5 હજાર મીટરની ઊંચાઈ પર કર્યો છે. જેમા ચીની સેનાની 10 બ્રિગેડ અને રેજિમેન્ટે ભાગ લીધો છે. રાત્રીના સમયે ચાલી રહેલા યુદ્ધઅભ્યાસમાં હોવિત્ઝર તોપ, મલ્ટિપલ રોકેટ લોન્ચર સિસ્ટમ અને એન્ટી એરક્રાફ્ટ બેટરીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે ચીને એટેક હેલિકોપ્ટર અને ટાઈપ 15 લાઈટ ટેન્કનો ઉપયોગ કરી યુદ્ધ અભ્યાસ કર્યો છે. ચીને એલએસી પર યુદ્ધ અભ્યાસ કર્યો હોય તેવું પહેલીવાર બન્યું નથી. આ પહેલા પણ ચીન એલએસી પર ભારે હથિયાર અને યુદ્ધ વિમાન સાથે જોખમી યુદ્ધ અભ્યાસ કરી ચુક્યુ છે. લદ્દાખમાં ચીન અને ભારત વચ્ચે ચાલુ થયેલા તણાવ બાદ ચીન વધારે આક્રમક બની રહ્યુ છે. તો બીજી તરફ ભારતે પણ એલએસી પર માળખાકીય સુવિધાઓમાં વધારો કર્યો છે. જેથી ચીનની તમામ ગતિવિધિ પર નજર રાખી શકાય.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Advertisement

The post લદ્દાખની નામોશીનો જવાબ આપવા ચીની સેના રચી રહ્યું છે ષડયંત્ર, LAC નજીક કર્યો યુદ્ધાભ્યાસ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next