Advertisement

ભારતને ફરી દગો આપવાની તૈયારી કરી રહ્યું છે ચીન, એલએસી પાસે ચીને બનાવ્યા નવા 10 એરબેઝ

09:23 PM Sep 20, 2021 | pratik shah |
Advertisement

GSTV

પૂર્વીય લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય જવાનો પર હુમલો કરનાર દગાબાજ ચીન ફરી નવી ચાલ ચાલી રહ્યું છે. ચીન લદ્દાખ વિવાદ દરમિયાન એલએસી પર અક્સાઈ ચીનથી અરુણાચલ પ્રદેશ સુધી પોતાની વાયુસેના માટે 10 નવા એરબેઝ બનાવી રહ્યું છે. ચીન વાતચીતનો ઢોંગ કરીને લદ્દાખમાં ભારતીય દાવા વાળા વિસ્તારમાં નજર રાખવા માટે સીસીટીવી કેમેરા લગાવી રહ્યું છે.

  • ભારતને ફરી દગો આપવાની તૈયારી કરી રહ્યું છે ચીન
  • એલએસી પાસે ચીને બનાવ્યા નવા ૧૦ એરબેઝ
  • ભારતીય વિસ્તારમાં નજર રાખવા ચીને વોચ ટાવર બનાવ્યા
  • વાતચીતનો ઢાોંગ કરતું ચીન સેનાને મજબૂત કરવામાં

આ સાથે ભારતીય સેનાની મૂવમેન્ટ પર નજર રાખવા માટે વૉચ ટાવર બનાવી રહ્યું છે. તીને 10 નવા એરબેઝ લદ્દાખ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશ સાથે જોડાયેલા વિસ્તારોમાં બનાવ્યા છે. ભારત સાથે વાતચીતના નામે મળતા સમય દરમિયાન ચીન પોતાનો દાવો તથા સૈન્ય ઠેકાણા મજબૂત કરવામા લાગ્યું છે. ભારતીય સુરક્ષા સાથે જોડાયેલા સૂત્રએ સરહદ વિવાદ વચ્ચે આ રિપોર્ટને ગંભીર મુદ્દો ગણાવ્યો હતો.

READ ALSO

The post ભારતને ફરી દગો આપવાની તૈયારી કરી રહ્યું છે ચીન, એલએસી પાસે ચીને બનાવ્યા નવા 10 એરબેઝ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next