Advertisement

ડ્રેગનની નફ્ફટાઈ / LAC પાસે એક પછી એક ઉભા કરી દીધા 10 એરબેઝ, ચીનની દરેક ચાલ પર છે ભારતની નજર

10:17 PM Sep 20, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

વિસ્તારવાદી નીતિના કારણે બદનામ થયેલા ચીને એલએસી પર 10 જેટલા એરબેઝનું નિર્માણ કર્યુ છે. આ સાથે ચીને જૂના હવાઈ અને સૈન્ય ઠેકાણાને મજબુત કર્યા છે. જેથી ભારતે ચીનની તમામ ચાલ પર નજર રાખવાની શરૂઆત કરી છે.

ગલવાન ખીણમાં ભારત સાથે થયેલા ઘર્ષણ બાદ ચીન ફરીવાર વિવાદમાં આવ્યુ છે. ચીનને એલએસી પર અક્સાઈ ચીનથી લઈ અરૂણાચલ પ્રદેશ સુધી પોતાની વાયુસેના માટે 10 જેટલા એરબેઝ બનાવ્યા છે. આટલું જ નહીં ચીન ભારતને વાતચીતના નામે દગો આપી એલએસી પર સૈન્ય ગતિવિધિને મજબૂત કરી રહ્યુ છે. ચીને કેટલાક વિસ્તારમાં સીસીટીવી પણ લગાવ્યા છે.જેથી ભારતીય સેનાની તમામ ગતિવિધિ પર નજર રાખી શકાય. ચીન એરબેઝ ઉપરાત જૂના હવાઈ અને સૈન્ય ઠેકાણાઓને પણ મજબુત કરી રહ્યુ છે. ભારતીય સેનાનો દાવો છેકે, ચીન વાતચીના નામે ભારતને દગો આપી રહ્યુ છે. ચીને એવા વિસ્તારમાં એરબેઝ સ્થાપિત કર્યા છે. જે વિસ્તારમાં ચીન કબજો કરવા માગી રહ્યુ છે.

ચીન દ્વારા નિર્માણ કરવામાં આવેલા એરબેઝ ભારતની સુરક્ષા માટે ખતરો સાબિત થઈ શકે છે. કેમ કે, ચીન એલએસી પર કેટલાક વિસ્તાર પર પોતાનો દાવો કરતું આવ્યુ છે. ચીને વિવાદિત વિસ્તારમાં સીસીટીવી, વોચ-ટાવર અને સૈન્ય કેમ્પનું નિર્માણ કર્યુ છે. સુરક્ષા વિશેષજ્ઞોનું માનીએ તો ચીને એલએસી પર પોતાની વાયુસેનાને મજબૂત કરી રહ્યુ છે એ ચિંતાજનક બાબત છે. રણનીતિક રીતે મહત્વના દેપસાંગના વિવાદિત 18 કિલોમીટરના વિસ્તારમાં ચીન હજી પણ હાજર છે. ચીન એલએસી પર એરબેઝ ઉપરાંત આધુનિક એરપોર્ટ અને મેટ્રો રેલનું નિર્માણ કરી રહ્યુ છે. જે પૈકી કેટલાક એરપોર્ટને કાર્યરત પણ કરવામાં આવ્યા છે.

કેટલાક સંરક્ષણ નિષ્ણાંતોનું કહેવું છેકે, ચીન એલએસી પર નવી પરિસ્થિતિનું નિર્માણ કરવા માગે છે. જેથી ભારતે પણ પોતાની રણનીતિ બદલી છે. ભારતે લદ્દાખમાં ચીનને જવાબ આપવા માટે સેના, તોપ અને યુદ્ધવાહક વાહનને પણ તૈનાત કર્યા હતા. જોકે, બાદમાં થયેલી સહમતી બાદ ચીન અને ભારતે પોતાની સેનાને લદ્દાખમાંથી હટાવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Advertisement

The post ડ્રેગનની નફ્ફટાઈ / LAC પાસે એક પછી એક ઉભા કરી દીધા 10 એરબેઝ, ચીનની દરેક ચાલ પર છે ભારતની નજર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next