Advertisement

ટેલેન્ટ / બાળકોના એક્સન સીન જોઇ સલમાન-શાહરૂખની પણ આંખો પહોળી થઇ જશે: મ્યૂઝિક-એક્સપ્રેશન જોઇ ઉડી જશે હોશ, જુઓ વાયરલ વીડિયો

05:48 PM May 26, 2021 | Bansari |
Advertisement

GSTV

બોલિવુડ અને સાઉથની ફિલ્મોમાં એક્શન સીન સારી રીતે પરફોર્મ કરવામાં આવે છે. એમા પણ સાઉથના એક્શન સીન ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. સાઉથની ઘણી ફિલ્મો એવી છે, જે સાઉથમાંથી હિંદી ડબ થઈ અને તેણે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી. પરંતુ બધા વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક નાનકડો બાળક મોટા-મોટા સ્ટારને ટક્કર આપતો નજરે પડે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની માફક વાયરલ થઇ રહ્યો છે, જેમાં કેટલાક બાળકોના શાનદાર એક્શન સીન કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને જે પણ લોકો જોઇ રહ્યા છે, તે તેને શેર પણ કરી રહ્યા છે. અંદાજે 2 મિનિટ 20 સેકન્ડના આ વીડિયોમાં તમને મ્યૂઝિક, કેમેરા, એક્શન અને એક્સપ્રેશન બધી વસ્તુ એક સાથે જોવા મળી જશે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે અને આ વીડિયોને લઇ યુઝર કોમેન્ટ કરી રહ્યા છે. સાથે જ વીડિયોને શેર કરી સલમાન અને અનુરાગ કશ્યપને પણ ટેગ કરવામાં આવી રહ્યો છે.

એક અન્ય યુઝરે લખ્યુ કે ગજબ છે યાર. મને ખૂબ જ પસંદ પડ્યુ. શાનદાર રીતે શૂટિંગ થઇ છે. એક અન્યએ લખ્યુ કે આજે તેને જોઇ જોશ આવી ગયુ. વધુ એક સાઉથ ઇન્ડિયન મૂવી જોઇશ અલ્લુ અર્જુન વાળી.

Advertisement

આ વીડિયો ક્યાનો છે, તે અત્યારે સ્પષ્ટ નથી, પરંતુ લોકો આ વીડિયોને શૂટ કરનારી આખી ટીમની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. વીડિયોમાં હીરો યુવતીઓને ગુંડાઓથી બચાવતા નજરે પડે છે.

Read Also

The post ટેલેન્ટ / બાળકોના એક્સન સીન જોઇ સલમાન-શાહરૂખની પણ આંખો પહોળી થઇ જશે: મ્યૂઝિક-એક્સપ્રેશન જોઇ ઉડી જશે હોશ, જુઓ વાયરલ વીડિયો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next